________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
| [૨૫૯ વસ્તુસ્થિતિ શું છે તે સમજવું જોઈએ. શરીરની ક્રિયા સરખી થાય તો ધર્મ થાયએમ અજ્ઞાની માને છે, પણ શરીરની ક્રિયામાં કાંઈ ધર્મ નથી. મહા વીતરાગી મુનિ હોય, અને લકવા થઈ ગયો હોય, ત્યાં શરીરની ક્રિયાથી વંદનાદિ ન થાય છતાં અંતરમાં સ્વભાવના અવલંબને નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગભાવ ટકયો છે તે મોક્ષમાર્ગ છે. મુનિની દશા દિગંબર હોય છે. વસ્ત્રનો રાગ તેમને હોતો જ નથી. ૨૮ મૂળગુણ હોય છે; પણ ૨૮ મૂળગુણનો શુભભાવ તે ખરેખર મોક્ષમાર્ગ નથી, મોક્ષમાર્ગ અંતરસ્વરૂપના આશ્રયે થયેલો વીતરાગભાવ છે. પંચમહાવ્રતના વિકલ્પ વખતે પાછળ તે ભૂમિકાને યોગ્ય વીતરાગભાવ છે, તે જ મોક્ષમાર્ગ છે.
જડપદાર્થો જગતનાં સ્વતંત્ર તત્ત્વો છે. આહાર આવવો કે છૂટવો તે ક્રિયા જડની છે. આત્માના હાથની તે ક્રિયા નથી. આત્માના ભાન વિના જડની ક્રિયાનું અભિમાન અજ્ઞાની કરે છે, તેને મોક્ષમાર્ગ ખબર નથી.
“બોલે તેના બે ” નિશ્ચયનો ઉપદેશ કરતાં વચ્ચે ભેદરૂપ વ્યવહારથી કથને આવ્યા વિના રહેતું નથી. નિશ્ચય મોક્ષમાર્ગ તો એક જ પ્રકારનો છે, પણ તેને સમજાવતાં ભેદ પાડીને સમજાવ્યું છે. “બોલે તે બે માગે ”-એમ નિશ્ચયનો ઉપદેશ કરતાં વ્યવહાર વચ્ચે આવ્યા વિના રહેતો નથી. આ બાબતમાં એક દષ્ટાંત આવે છે. કાકા, ભત્રીજા વચ્ચે પાંચ લાડવા હતા, ત્યાં તકરાર થઈ, અને બન્નેએ નક્કી કર્યું કે “જે બોલે તે બે ખાય, ને ન બોલે તે ત્રણ” પછી કોઈ બોલે નહિ. ત્યાં માણસોએ જાણ્યું કે આ બન્ને મરી ગયા છે; તેથી તેને બાળવા માટે સ્મશાનમાં લઈ ગયા; ને બાળવાની તૈયારી કરી ત્યાં ભત્રીજાથી ન રહેવાયું ને બોલ્યો કે “ઊઠ કાકા! ત્રણ તારા.... ને બે મારા.” તેમ આત્માનો ચિદાનંદ સ્વભાવ છે. તેમાં નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન ને એકાગ્રતારૂપ મોક્ષમાર્ગ છે. વચ્ચે વિકલ્પ ઊઠયો તે રાગ છે. ઉપદેશનો વિકલ્પ ઉઠયો ત્યાં નિશ્ચય શ્રદ્ધા અને જ્ઞાનરૂપ બે લાડવા રહ્યા, પણ નિર્વિકલ્પ રમણતારૂપ ત્રીજો લાડવો ગૂમાવ્યો માટે કહ્યું કે “બોલે તેના બે” અને ચૈતન્યમાં નિર્વિકલ્પપણે એકાગ્ર થયો ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેની એકતારૂપ મોક્ષમાર્ગ છે. વ્યવહારથી કથન કર્યું ત્યાં તેને જ વળગી રહે ને તેનો પરમાર્થ ન સમજે તો તે મિથ્યાષ્ટિ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com