________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨પ૬ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વસ્તુને મુખ્ય કરાવવા પર્યાયના ભેદને ગૌણ કરી વ્યવહાર કહે છે. તેથી ભેદ અવસ્તુ છે. ભેદ પોતાની પર્યાય છે, પણ ભેદના લક્ષે રાગી જીવને રાગ થાય છે. તેથી અભેદને મુખ્ય કરી ભેદને ગૌણ કરી ભેદને અવસ્તુ કહેલ છે. અહીં મોક્ષમાર્ગપ્રકાશકમાં ભેદને સ્વયંસિદ્ધ વસ્તુમાં ગણેલ છે ને ભેદથી સમજાવે છે. હવે ત્રીજો બોલ બતાવે છે.
(૩) વળી રાગરહિત સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. પંચ મહાવ્રતાદિના પરિણામ મોક્ષમાર્ગ નથી. લાખો રૂપિયા દાનમાં આપે તેથી તો ધર્મ નથી પણ તેમાં જે કષાયમંદતા થાય તે પુણ્ય છે, પણ ધર્મ નથી. પૈસા પાપ નથી, પણ પૈસાને પોતાના માનવા તે પાપ છે. પૈસાની જવારૂપ ક્રિયા પુણ્ય નથી પણ કષાયમંદતાના પરિણામ કરે તે પુણ્ય છે; પણ તે પુણ્ય પરિણામ મોક્ષમાર્ગ નથી. વીતરાગભાવ તે મોક્ષમાર્ગ છે, પણ અજ્ઞાની જીવ વીતરાગભાવ તે મોક્ષમાર્ગ એટલાથી સમજતો નથી તેથી તેને વ્યવહારનયથી સમજાવે છે.
ગુજરાતી મોક્ષમાર્ગપ્રકાશક પૃષ્ઠ ૨૫૭, લીટી ૪ માં “વ્યવહારનયથી તત્ત્વશ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક પરદ્રવ્યનાં નિમિત્ત મટાડવાની...” લખ્યું છે. તેમાં “વ્યવહારનય” શબ્દ લખેલ છે તે “તત્ત્વશ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક” સાથે લાગુ પડતો નથી. તત્ત્વશ્રદ્ધાનજ્ઞાન તો નિશ્ચય છે, વ્યવહાર નથી. તત્ત્વશ્રદ્ધાન-જ્ઞાન જેનો નિશ્ચય પ્રગટ થયાં છે. તેને વ્યવહારનયથી, પરદ્રવ્યના નિમિત્ત મટવાની સાપેક્ષતા વડે, વ્રત આદિના ભેદો બતાવે છે. વીતરાગી ચારિત્ર તે મોક્ષમાર્ગ છે એમ અજ્ઞાની સમજતો નથી, તેથી વ્યવહારથી સમજાવે છે. પોતામાં અશુભરાગ મટે છે, ને શુભરાગ થાય છે. તે શુભરાગના વ્રત, શીલ આદિ ભેદો બતાવીને વીતરાગભાવની
ઓળખાણ કરાવે છે. જેને નિશ્ચય તત્ત્વશ્રદ્ધાન-શાન થયાં છે તેને જે વીતરાગભાવ પ્રગટે છે તે વીતરાગભાવને વ્રત, શીલ, સંયમાદિરૂપ શુભભાવના ભેદો દ્વારા સમજાવે છે, કારણ કે અજ્ઞાની “વીતરાગભાવ” એટલું માત્ર કહેતા સમજતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com