________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૨૫૩ ઉપચારથી કામ થાય ને કોઈ વખત નિમિત્તથી કામ થાય, અથવા કોઈ વખત જ્ઞાનાવરણીયકર્મથી જ્ઞાન રોકાય અથવા કોઈ વખત પોતાના કારણે જ્ઞાન રોકાય એમ માનવું તે ભ્રમણા છે. ખરેખર જ્ઞાનાવરણીયકર્મથી જ્ઞાન રોકાતું નથી, અંતરાયથી વીર્ય રોકાતું નથી, મોહનીયકર્મથી ચારિત્ર રોકાતું નથી. કર્મથી જ્ઞાન રોકાયું વગેરે કથનો બધાં નિમિત્તનાં કથનો છે.
નિમિત્તનો કાંઈ પ્રભાવ પડતો નથી ગોમ્મસારમાં લખેલ છે કે ઘી-દૂધ વગરના લૂખા આહારથી વીર્ય હણાય તો એ લખાણ નિમિત્તથી છે. બદામપીસ્તામાંથી બુદ્ધિનો વિકાસ થતો હોય તો પાડાને ખવડાવવાથી તેની બુદ્ધિ બહુ વિકાસ પામવી જોઈએ, પણ એમ નથી. નિમિત્તનાં કથનોનો અર્થ સમજવો જોઈએ. આત્મામાં ભાવકર્મ પોતાના કારણે છે. તેમાં દ્રવ્યકર્મ નિમિત્ત છે ને બાહ્ય પદાર્થ નોકર્મ છે. તે બધાનો સંબંધ બતાવવા એમ કથન છે.
વળી, સ્મશાનમાં કોઈ માણસ એકલો જાય તો ભય બહુ લાગે, બે જણ સાથે જાય તો ભય ઓછો લાગે ને ત્રણ ચાર જણ આયુધાદિ સહિત જાય તો ભય ઘણો ઓછો લાગે છે, માટે ત્યાં નિમિત્તનો પ્રભાવ પડે છે એમ અજ્ઞાની કહે છે, પણ તે બધું ખોટું છે. ભયના પરિણામ ઓછાવત્તા થાય છે તે પોતાના કારણે થાય છે. હથિયાર આદિને લીધે ભય ઓછો થતો નથી તેમ જાણવું જોઈએ. પોતાની યોગ્યતા મુજબ પરિણામ થાય છે, નિમિત્તની બિલકુલ અસર નથી.
આત્મામાં રાગની ઉત્પત્તિ ન થવી તે ખરી અહિંસા છે આત્મામાં રાગની ઉત્પત્તિ ન થવી તે યથાર્થ અહિંસા છે ને રાગની મંદતાને અહિંસા કહેવી તે કહેવામાત્ર છે. પાંચ મહાવ્રતમાં પહેલું અહિંસા મહાવ્રત છે. તે કહેવામાત્ર છે. તે બધા રાગના પરિણામ છે. નિશ્ચયથી તો તે હિંસા છે છતાં તેને અહિંસા કહેવી તે ઉપચારમાત્ર છે.
રાગરહિત દશાને નિશ્ચય મહાવ્રત કહે છે. મંદ રાગાદિ પરિણામ કહેવામાત્ર મહાવ્રત છે. અજ્ઞાની તો જડની ક્રિયામાં મહાવ્રત માને છે ને સમજણ વિના દીક્ષા લઈ લે છે. તેથી અનંત સંસાર વધે છે. માટે બને નયોના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com