________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૨ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો સ્વરૂપ છે તેવું જ કહે છે અને બીજો નય જેવું સ્વરૂપ હોય તેવું કહેતો નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ કથન કરે છે એમ જાણવું.
ઘીનો ઘડો કહેવાય છે પણ ઘડો ઘીનો નથી. ઘી નો સંયોગ છે તે જણાવવા ઘી નો ઘડો કહેલ છે. ત્યાં વ્યવહારનયની મુખ્યતાએ કથન છે પણ વાસ્તવિકપણે એમ નથી–એમ જાણવું, તેનું નામ બન્ને નયનું ગ્રહણ છે. રાગ થાય છે. એને જાણવો પણ રાગ મારો છે અને એ આદરણીય છે–એમ માનવું નહિ. ભગવાનના દર્શનથી કે દેવઋદ્ધિથી સમ્યગ્દર્શન થાય છે એમ માનવું નહિ. તે નિમિત્તનું કથન છે,-એમ જાણવું તે વ્યવહારનયનું ગ્રહણ છે. નિશ્ચયનય ઉપાદેય છે અને વ્યવહારનય હેય છે એમ જાણવું તે બન્ને નયનું ગ્રહણ છે, પણ બન્ને નય અંગીકાર કરવા જેવા છે એનું નામ કાંઈ બન્ને નયનું ગ્રહણ નથી. અહીં તો જાણવાનું નામ જ ગ્રહણ કહેલ છે.
*
પ્ર. વૈશાખ સુદ ૩ ગુરુવાર, તા. ૧૩-૪-૫૩
બન્ને નયોને સમાન સત્યાર્થ ન જાણવા
6
જેમ લૌકિકમાં મોસાળનાં ગામના કોઈ મુરબ્બીને ‘ કહેણો મામો' કહે છે પણ તે સાચો મામો નથી, કહેવા માત્ર છે; તેમ આત્માની પર્યાયમાં થતા દયાદાનાદિના પરિણામને કહેણા મામા'ની જેમ ધર્મ કહેવામાં આવે છે. આત્માની શ્રદ્ધા, જ્ઞાન ને આચરણરૂપી નિશ્ચય ધર્મ પ્રગટયો હોય તે જીવના શુભરાગને વ્યવહારધર્મ કહેવાય છે-એમ બન્ને પડખાં જાણવાં તેનું નામ બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે. વ્યવહારને અંગીકાર કરવાની વાત નથી. ઘડો ઘી નો નથી પણ માટીનો છે. તેમ શુભ રાગપરિણામ ધર્મ નથી, કહેવામાત્ર છે.-આમ જાણવું તેને ગ્રહણ કરવું કહ્યું છે. જ્યાં વ્યવહારની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય ત્યાં ‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે'-એમ જાણવું. બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ભ્રમરૂપ ન પ્રવર્તવું.
વળી નિશ્ચયથી ધર્મ થાય છે ને વ્યવહારથી પણ ધર્મ થાય છે અથવા નિશ્ચયથી નિશ્ચયધર્મ છે ને વ્યવહારથી વ્યવહા૨ધર્મ છે, અથવા કોઈ વખત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com