________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦]
[શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો આરોપ છે. (૬) જ્ઞાનને આત્મા કહેવો તે ગુણમાં દ્રવ્યનો આરોપ છે. (૭) જ્ઞાનગુણને પરિણમનશીલ જ્ઞાનગુણની પર્યાય કહેવી તે ગુણમાં પર્યાયનો આરોપ છે. (૮) સ્થૂલ સ્કંધને પુદગલદ્રવ્ય કહેવું તે પર્યાયમાં દ્રવ્યનો આરોપ છે અને (૯) ઉપયોગરૂપ પર્યાયને જ્ઞાન કહેવું તે પર્યાયમાં ગુણનો આરોપ છે.-આ નવ બોલમાં બધા વ્યવહારના બોલ સમાઈ જાય છે. આ વ્યવહારનયનું કથન છે પણ એ પ્રમાણે માનવું નહિ. વિકાર હતો માટે કર્મ બંધાયું તે વ્યવહારનું કથન છે પણ એ પ્રમાણે માની લેવું તે મિથ્યાત્વ છે.
વ્યવહારનય પદાર્થનું અસત્યાર્થ કથન કરે છે;
તે પ્રમાણે માનવું મિથ્યાત્વ છે જુઓ, અહીં પંડિતજીએ વ્યવહારની ખૂબ સ્પષ્ટતા કરી છે. પાઠશાળા ખોલી વિદ્યાર્થીઓને તૈયાર કર્યા, જિનમંદિરો બનાવ્યા-એ બધું વ્યવહારનયનું કથન છે. પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી. નિમિત્તની ઉપસ્થિતિ બતાવવા માટે શાસ્ત્રમાં વ્યવહારથી કથન કરેલ હોય છે. વ્યવહાર પદાર્થોનું કથન કરે છે, માટે એ પ્રમાણે માની ન લેવું. માનતુંગ આચાર્ય ભક્તામરથી તાળાં તોડી નાખ્યા, સીતાજીના બ્રહ્મચર્યથી અગ્નિ પાણીરૂપ થઈ, શ્રીપાળને ગંધોદકથી રોગ મટયો, શાંતિનાથ ભગવાન શાંતિના કર્તા છે, વગેરે ખરેખર સત્યાર્થ માનવું તે મિથ્યાત્વ છે, કેમ કે કોઈની પર્યાય કોઈ કરતું નથી, પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા વ્યવહારનયથી કથન કરવામાં આવે છે.
તીર્થકર ભગવાને અનંત જીવોને તાર્યા, ભગવાને યજ્ઞમાં પશુહિંસા થતી હતી તે બંધ કરાવી. ભગવાને તીર્થની સ્થાપના કરી. આ બધાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધના કથન છે. એ પ્રમાણે જ માની લેવું તે મિથ્યાત્વ છે. ભગવાને તીર્થને સ્થાપ્યા નથી, ભગવાને હિંસા બંધ કરાવી નથી, અને ભગવાને અનંત જીવોને ખરેખર તાર્યા નથી એ સત્ય વાત છે. કેમકે કોઈનું કોઈ કરતું નથી. શાસ્ત્રમાં લખાણ આવે કે સંજ્વલન કષાયનો તીવ્ર ઉદય હોય તો છઠ્ઠ ગુણસ્થાન હોય છે અને મંદ ઉદય હોય તો સાતમું ગુણસ્થાન હોય છે. એ નિમિત્તનું કથન છે પણ ખરેખર એમ નથી. જ્ઞાનાવરણીય જ્ઞાનને રોકયું એમ કોઈના કારણ-કાર્ય કોઈમાં વ્યવહારનય મેળવે છે. પાણી પીવાથી તૃષા મટી, ખાવાથી ભૂખ મટી અને તેથી આત્મામાં શાંતિ થઈ એમ માનવું તે મિથ્યાત્વ છે.
શાસ્ત્રમાં જ્યાં જ્યાં વ્યવહારનું કથન આવે, દ્રવ્યમાં પર્યાયનો, દ્રવ્યમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com