________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો કરાવ્યો છે માટે નિશ્ચયને અંગીકાર કરીને નિજ મહિમારૂપ પ્રવર્તવું યોગ્ય છે. વળી મોક્ષપાહુડની ૩૧મી ગાથામાં કહેલ છે કે
જે આત્માર્થમાં જાગે છે તે વ્યવહારમાં સૂતા છે. जो सुत्तो ववहारें, सो जोई जग्गए सअज्जम्भि;
जो जरगदि ववहारे, सो सुत्तो अप्पणो कज्जे। અર્થ:- જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે; તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે; માટે વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવા યોગ્ય છે.
સંસ્થા બનાવો, બહારમાં પ્રચાર કરો, શરીરાદિની ક્રિયા કરો એમ જે વ્યવહારમાં જાગતા છે તે સ્વભાવમાં સૂતા છે. મિથ્યાદષ્ટિ પરના કાર્યમાં રોકાયો છે, તે પોતાના કાર્યમાં સૂતો છે. અહીંના શ્રી જિનમંદિર, સમવસરણ સ્વાધ્યાયમંદિર, પ્રવચનમંડપ, માનસ્તંભ (ધર્મસ્તંભ), બ્રહ્મચર્યાશ્રમ આદિ જોઈને લોકોને એમ થઈ જાય છે કે આવું આપણે ત્યાં બનાવીએ અને બહારમાં પ્રભાવના કરીએ.-એમ જેની બહારમાં બુદ્ધિ છે તે વ્યવહારમાં જાગતા છે અને પોતાના કામ માટે સૂતા છે.
જ્ઞાની સમજે છે કે પરના મહિમાથી આત્માનો મહિમા નથી. સમંતભદ્ર આચાર્ય કહે છે કે અહો ભગવાન! આપનો મહિમા આ સમવસરણાદિથી નથી. આત્મામાં અનંત ચતુષ્ટય પ્રગટ થયાં છે એ આપનો મહિમા છે-એમ જે આત્માના મહિનામાં જાગતા છે તે વ્યવહારમાં સૂતા છે. તે પોતાનું કાર્ય કરવામાં જાગતા છે. અજ્ઞાનીને પરનો મહિમા આવે છે, તેને ધર્મનો મહિમા નથી.
જુઓ, હવે સિદ્ધાંત કહે છે કે-વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે; માટે એ શ્રદ્ધાન મિથ્યા જ છે. આત્માનું શરીર છે, આત્માનાં આઠ કર્મ છે-એમ વ્યવહારનય બે દ્રવ્યને મેળવીને વાત કરે છે, પણ વસ્તુનો સ્વભાવ એવો નથી. તેથી તે શ્રદ્ધાથી મિથ્યાત્વ થાય છે. માટે વ્યવહારનયનું શ્રદ્ધાન કરવા જેવું નથી. દસ પ્રાણ આત્માને હોય છે, એવા વ્યવહાર કથનને સત્યાર્થ માની લેવું તે મિથ્યાત્વ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com