________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૪૯ પુરૂષાર્થસિદ્ધિ-ઉપાયમાં કહેલ છે કે પદાર્થનો જેવો સ્વભાવ છે તેને તેવો નિરૂપણ કરવો તે નિશ્ચય છે, અને જેમ જૂઠાબોલો માણસ અનેક કલ્પના કરીને પોતાનું જૂઠું તાદશ કરી બતાવે છે. તેમ વ્યવહારનય નિમિત્તનું છળ પામીને લાંબુ લાંબુ કરીને કથન કરે છે. તેથી તે છોડવા યોગ્ય છે.
વીર સં. ૨૪૭૯ પ્ર. વૈશાખ સુદ ૨ બુધવાર, તા. ૧૫-૪-૫૩
વ્યવહાર જાણવા યોગ્ય છે- ઉપાદેય નથી શ્રી સમયસાર ગાથા ૧૨માં કહ્યું છે કે જે જે રાગ આવે તેને જાણવો તે પ્રયોજનવાન છે. પૂર્ણદશા થઈ નથી ત્યાં સુધી રાગ આવે છે તેને જાણવો તે વ્યવહાર છે, પણ આદરવો તે વ્યવહાર નથી. નિશ્ચય એક અંશ છે અને વ્યવહાર પણ એક અંશ છે. તે બન્નેનું સાચું જ્ઞાન કરવું તે પ્રમાણ છે. વ્યવહારનય જાણવો પ્રયોજનવાન છે પણ તેનાથી લાભ થાય છે એવી શ્રદ્ધા છોડો. વ્યવહાર નથી જ એમ માનો તો એકાંત મિથ્યાત્વ થાય છે. વ્યવહારનય સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને મેળવીને વાત કરે છે તે પ્રમાણે માની લેવું તે મિથ્યાત્વ છે.
નવ પ્રકારના આરોપ-વ્યવહાર આલાપપદ્ધતિમાં નવ પ્રકારના આરોપને વ્યવહાર કહેલ છે. (૧) દ્રવ્યમાં દ્રવ્યનો આરોપ, (૨) ગુણમાં ગુણનો આરોપ, (૩) પર્યાયમાં પર્યાયનો આરોપ, (૪) દ્રવ્યમાં ગુણનો આરોપ, (૫) દ્રવ્યમાં પર્યાયનો આરોપ, (૬) ગુણમાં દ્રવ્યનો આરોપ, (૭) ગુણમાં પર્યાયનો આરોપ, (૮) પર્યાયમાં દ્રવ્યનો આરોપ અને (૯) પર્યાયમાં ગુણનો આરોપ કરવો તે વ્યવહાર છે.
(૧) એકંદ્રિય આદિ શરીરવાળો જીવ કહેવો તે દ્રવ્યમાં દ્રવ્યનો આરોપ છે (૨) ઇન્દ્રિયના નિમિત્તે જ્ઞાન થાય છે માટે જ્ઞાનને મૂર્તિક કહેવું તે ગુણમાં ગુણનો આરોપ છે. (૩) શુદ્ધ જીવની પર્યાયને જીવની પર્યાય કહેવી તે પર્યાયમાં પર્યાયનો આરોપ છે. (૪) જ્ઞાનમાં અજીવદ્રવ્ય જણાય છે માટે તે દ્રવ્યમાં જ્ઞાનનો આરોપ કરવો તે બીજા દ્રવ્યમાં ગુણનો આરોપ છે. લાકડી જ્ઞાનમાં જણાય છે માટે લાકડીને જ્ઞાન કહેવું તે પરદ્રવ્યમાં ગુણનો આરોપ છે. (૫) એક પ્રદેશી પુદગલ પરમાણુને દ્વિઅણુકઆદિ સ્કંધોના સંબંધથી બહુપ્રદેશી કહેવું તે દ્રવ્યમાં પર્યાયનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com