________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૪૭
અધિકાર સાતમો ] પુદગલમાં એકત્વબુદ્ધિ કરવી નહિ-એમ ભગવાને કહ્યું છે તેથી હું એમ માનું છું કે જે પરાશ્રિત વ્યવહાર છે તે સઘળોય છોડાવ્યો છે. એનો અર્થ એવો છે કેવ્યવહારની રૂચિ છે તે જ મિથ્યાત્વ છે. માટે સત્પષે એક નિશ્ચયનયને જ આદરણીય માનવો જોઈએ.
વીર સં. ૨૪૭૯ પ્ર. વૈશાખ સુદ ૧ મંગળવાર, તા. ૧૪-૩-૫૩ જુઓ, આ શ્લોકનો અર્થ સમયસાર નાટકમાં કહેલ છે. असंख्यात लोक परवान जे मिथ्यात भाव,
तेई विवहार भाव केवली-उकत है। जिन्हकी मिथ्यात गयौ सम्यक दरस जायौ,
તે નિયત-ત્નીન વિવારસ મુવર દૈા निरविकल्प निरुपाधि आतम समाधि,
साधि जे सुगुन मोख पंथकौं ढुकत हैं। तेई जीव पत्त्म दसामै थिररूप है के
धरममै धुके न करमसौं रुकत हैं।। અસંખ્યાત લોકપ્રમાણ જે મિથ્યાત્વભાવ છે, તે બધો વ્યવહારભાવ છે. તેને આદરણીય માને તો તેને કેવળી ભગવાને મિથ્યાષ્ટિ કહેલ છે. અહીં તો વ્યવહારભાવને જ મિથ્યાત્વ કહેલ છે. અસ્થિરતાનો ભાવ ગૌણ છે; એટલે કે વ્યવહારનો આગ્રહ છે-વ્યવહારની રુચિ છે તે મિથ્યાત્વ છે, પરની જે જે પર્યાય થાય છે, તે હું હુતો માટે થઈ, એ માન્યતાને મિથ્યાત્વ કહેલ છે. વ્યવહારભાવ ત્યાં મિથ્યાત્વભાવ અને મિથ્યાત્વભાવ ત્યાં વ્યવહારભાવ એમ કહેલ છે. જ્ઞાનીને વ્યવહારભાવ નથી. જુઓ તો ખરા, અહીં કડક વાત લીધી છે. ગ્રંથકારે વ્યવહારભાવને મિથ્યાત્વ કહેલ છે તે એકત્વબુદ્ધિનો વ્યવહાર છે. જ્ઞાનીને એકત્વબુદ્ધિનો વ્યવહાર હોતો નથી. માટે વ્યવહારમાં એકત્વબુદ્ધિ માનવી તે જ મિથ્યાત્વ છે. તે એકત્વબુદ્ધિને જિનેશ્વર ભગવાને છોડાવી છે.
આગળ આઠમા અધિકારમાં આવે છે કે ભગવાને મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો છે અને અમે પણ ઉપદેશ આપીએ છીએ. તે તો નિમિત્તનું કથન છે, પણ એ પ્રમાણે માનવું નહિ, એ માન્યતા છોડવા જેવી છે આત્મા શુદ્ધ જ્ઞાનઘન છે એનો મહિમા થતાં રાગનો મહિમા રહેતો નથી. અહીં વ્યવહારનો તો ત્યાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com