________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૫૧ ગુણનો દ્રવ્યમાં દ્રવ્યનો આરોપ કરવામાં આવે તો તે પ્રમાણે શ્રદ્ધા કરવી નહિ. સંસારની વાતમાં ખૂબ ડહાપણ બતાવે અને અહીં આ વાત આવે ત્યાં કહે કે અમારાથી સમજાય નહિ. એનો અર્થ એ છે કે ધર્મની રુચિ જ નથી. રુચિ હોય તો સમજાયા વિના રહે નહિ અને આ વાત સમજ્યા વિના ધર્મ કે શાંતિ થાય એમ નથી. આત્માને સમજ્યા વિના નમોકાર મંત્ર ભણતાં ભણતાં દેહ છૂટી જાય તોપણ તેને સમાધિ કહેવાય નહિ. કદાચિત્ શુભભાવ હોય તો પુણ્યબંધ થાય. આંગળીથી લાકડી ઊંચી થઈ તે કોઈનું કારણ-કાર્ય કોઈમાં મેળવીને વ્યવહારનયથી કથન કરેલ છે, પણ ખરેખર આંગળીથી લાકડી ઊંચી થઈ નથી. આંગળીથી મોઢામાં કોળિયો મૂકાય છે તે વ્યવહારનયનું કથન છે. આત્મા આંગળીને ચલાવે નહિ, ચાવીને ખાઈ શકતા નથી-એ યથાર્થ છે, કેમ કે કોઈને કોઈ ચીજ સ્પર્શ જ કરતી નથી આત્મા પુદગલને સ્પર્શ કરતો જ નથી તો આત્માના કારણે ખોરાક લેવાય છે એમ કહેવું તે વ્યવહારનયનું કથન છે. ઘંટીથી લોટ થાય છે એમ માનવું તે મિથ્યાત્વ છે કેમ કે ઘટી અને ઘઉં વચ્ચે અન્યોન્યઅભાવ છે. એક દ્રવ્યના કારણે બીજા દ્રવ્યનું કાર્ય માનવું તે મિથ્યાત્વ છે. શિક્ષકોની વ્યવસ્થા બરાબર છે, માટે છોકરાઓ હોશિયાર થાય છે, કવિ કવિતા સુંદર બનાવે છે-એમ માનવું તે મિથ્યાત્વ છે. અજ્ઞાની લોકો તો એમ જ માને છે, પણ જ્ઞાની એમ માનતો નથી. નિશ્ચયનય એક-બીજાના અંશને મેળવતો નથી, તેથી જ્ઞાની એની શ્રદ્ધા કરે છે. નિશ્ચયનય કોઈમાં ભેળસેળ કરતો નથી. માટે નિશ્ચયની શ્રદ્ધા કરવી અને વ્યવહાર નયની શ્રદ્ધા છોડવી એમ કહેલ છે.
બન્ને નયોના ગ્રહણનો અર્થ પ્રશ્ન- જો એમ છે તો જિનમાર્ગમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તેનું શું કારણ ?
ઉત્તર:- જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને તો “સત્યાર્થ એમ જ છે”—એમ જાણવું. દ્રવ્ય, ગુણ અને પર્યાય સ્વયંસિદ્ધ છે-તેને તો એમ જ સત્ય છે એમ જાણવું તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી” પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ જાણવું. કર્મથી વિકાર થયો એમ છે જ નહિ. આગળ આવશે કે દર્શનમોહથી મિથ્યાત્વ થાય છે તે વ્યવહારનું કથન છે. તેથી તેને સત્ય માની લેવું નહિ. શાસ્ત્રમાં બે નયની વાત હોય છે. એક નય તો જેવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com