________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૩૯ તે નિશ્ચય તથા વ્રત, શીલ, સંયમાદિરૂપ પ્રવૃત્તિ તે વ્યવહાર, પણ તારું એ માનવું ઠીક નથી.
આત્માનાં વીતરાગ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. જ્યારે પર્યાય પૂર્ણ શુદ્ધ થશે ત્યારે સિદ્ધદશાનો અનુભવ થશે. સંસારીને સિદ્ધસમાન અનુભવ થાય નહિ; છતાં વર્તમાન સિદ્ધસમાન અનુભવને અજ્ઞાની નિશ્ચય કહે છેપણ એમ નથી; અને તે વ્રત આદિ પ્રવૃત્તિને વ્યવહાર કહે છે, પણ પ્રવૃત્તિ કાંઈ વ્યવહાર નથી. વ્રતાદિના પરિણામને મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે. અજ્ઞાની પ્રવૃત્તિને વ્યવહાર માને છે, પણ એમ નથી.
નિશ્ચય મોક્ષમાર્ગ તો આત્માનાં શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા છે, અને તે વખતે શુભભાવ હોય છે તેને મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે. દયા, દાન, ભક્તિનો રાગ તો મોક્ષમાર્ગથી વિરુદ્ધ બંધમાર્ગ છે; પણ તે નિમિત્ત છે માટે ઉપચારથી એને મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે-એમ કહેલ છે; પણ અજ્ઞાની બહારની પ્રવૃત્તિને અને રાગને વ્યવહાર કહે છે. માટે તેને વ્યવહારની પણ ખબર નથી.
નિશ્ચયનય અને વ્યવહારનયની વ્યાખ્યા જાઓ, વર્તમાન વીતરાગી પર્યાય પ્રગટી હોય તેને નિશ્ચય કહે છે. તેને બદલે અજ્ઞાની સિદ્ધસમાન શુદ્ધ પર્યાયના અનુભવને નિશ્ચય કહે છે; પણ સંસારદશામાં સિદ્ધપણું છે નહિ, તેથી એ વાત તો જૂઠી થઈ માટે તેને નિશ્ચયની પણ ખબર નથી. શાસ્ત્રના શબ્દને માત્ર પકડી લીધા છે પણ ભાવને સમજતો નથી, માટે તે નિશ્ચયાભાસી છે; અને વ્રતાદિની પ્રવૃત્તિને અજ્ઞાની વ્યવહાર માને છે પણ તે વ્યવહાર નથી; કારણ કે કોઈ દ્રવ્ય ભાવનું નામ નિશ્ચય તથા કોઈનું નામ
વ્યવહાર એમ નથી; પણ એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરવો તે નિશ્ચયનય છે તથા તે દ્રવ્યના ભાવને ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવ સ્વરૂપે નિરૂપણ કરવો તે વ્યવહારનય છે. અજ્ઞાની નિશ્ચય-વ્યવહાર બે દ્રવ્યમાં કહે છે પણ તે વાત યથાર્થ નથી. દ્રષ્ટાંત કહે છે. જેમ માટીના ઘડાને માટીનો ઘડો નિરૂપણ કરીએ તે નિશ્ચય તથા ધીના સંયોગના ઉપચારથી તેને ઘીનો ઘડો કહીંએ તે વ્યવહાર છે. એ જ પ્રમાણે બીજે ઠેકાણે પણ સમજવું.
કોઈને નિશ્ચય માનવો અને કોઈને વ્યવહાર માનવો તે ભ્રમણા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com