________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો માન્યતા-જ્ઞાન-રમણતા તે નિશ્ચય છે, તે વખતે વ્યવહાર-રત્નત્રયના પરિણામ નિમિત્ત છે; તેને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે.
કારણ-કાર્યમાં નિશ્ચય-વ્યવહાર હવે કારણ કાર્યમાં નિશ્ચય-વ્યવહાર કહે છે. આત્મા દ્રવ્ય છે તે નિશ્ચય કારણ છે. એમાંથી મોક્ષ પ્રગટે છે માટે નિશ્ચય કારણ તો દ્રવ્ય છે, અને મોક્ષ તે કાર્ય છે. આ રીતે નિશ્ચય કારણ-કાર્ય છે. મોક્ષનું યથાર્થ કારણ તો દ્રવ્ય છે; અને મોક્ષમાર્ગની પર્યાય છે તેને મોક્ષનું કારણ કહેવું તે વ્યવહાર છે. તેને વ્યવહારકારણ કેમ કહ્યું? મોક્ષમાર્ગનો અભાવ તે મોક્ષનું કારણ છે, અને દ્રવ્ય તે ભાવરૂપ કારણ છે. હવે અભાવરૂપ કારણને ભાવરૂપ કારણ કહેવું તે વ્યવહાર છે. અને આત્મા શુદ્ધ ચિદાનંદ ત્રિકાળ ધ્રુવ છે અને મોક્ષનું કારણ કહેવું તે નિશ્ચય છે.
આત્મવસ્તુ કેવી છે એનો પહેલાં ખ્યાલ કરવો જોઈએ. મૃગલાની ડૂંટીમાં કસ્તૂરી રહેલી છે પણ એની એને ખબર નથી–એનો વિશ્વાસ એને આવતો નથી. તેમ આત્મામાં અનંત શક્તિ ભરી પડી છે. એનો વિશ્વાસ અજ્ઞાનીને આવતો નથી. સર્વજ્ઞ પરમાત્માએ તારા આત્મામાં અનંત શક્તિ ભરી પડી છે એમ જોયું છે. એ શક્તિમાંથી મોક્ષની પર્યાય થાય છે તેથી મોક્ષનું નિશ્ચય કારણ તો દ્રવ્યસ્વભાવ છે; અને આત્માનાં રુચિ, જ્ઞાન, રમણતારૂપ મોક્ષમાર્ગને મોક્ષનું કારણ કહેવું તે વ્યવહાર છે. મોક્ષનું યથાર્થ કારણ મોક્ષમાર્ગ નથી પણ દ્રવ્યસ્વભાવ છે એમ નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ દરેક જગ્યાએ સમજવું.
અજ્ઞાની તો શરીરાદિની ક્રિયાને તથા શુભ ભાવને મોક્ષમાર્ગ માને છે પણ તે મોક્ષમાર્ગ નથી. આહાર ન લીધો ને શરીર સુકાઈ ગયું તે મોક્ષની કે બંધની ક્રિયા નથી, પણ જડની ક્રિયા છે. આત્મામાં રાગની ક્રિયા થાય છે તે બંધમાર્ગ છે. અને રાગરહિત ક્રિયા થાય એ મોક્ષમાર્ગની ક્રિયા છે. બંધમાર્ગ તે મોક્ષમાર્ગ નથી પણ તેને મોક્ષમાર્ગનો ઉપચાર કરવો તે વ્યવહાર છે. માટે કોઈને નિશ્ચય માનવો અને કોઈને વ્યવહાર માનવો એ તો ભ્રમણા છે. નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ યથાર્થ સમજવું જોઈએ.
લોકો સોનાની કિંમત આપે છે પણ તેમાં રહેલા તાંબાની કિંમત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com