________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૨૪૧ વ્રતાદિ મોક્ષમાર્ગ નથી, છતાં નિમિત્તાદિની અપેક્ષાએ
તેને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે. વળી વ્રત, તપાદિ કોઈ મોક્ષમાર્ગ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને મોક્ષમાર્ગ કહીએ છીએ; તેથી તેને વ્યવહાર કહ્યો. એ પ્રમાણે ભૂતાર્થ-અભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે તેને નિશ્ચય-વ્યવહાર નય કહ્યા છે એમ જ માનવું; પણ બન્ને સાચાં છે અને બન્ને ઉપાદેય છે એમ માનવું નહિ. આત્મામાં શુદ્ધશ્રદ્ધા, જ્ઞાન અને રમણતારૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો છે. તે વખતે વ્રતતપાદિના શુભપરિણામ થાય છે તે ખરેખર તો બંધમાર્ગ છે. પણ તે નિશ્ચય મોક્ષમાર્ગમાં નિમિત્ત છે માટે તેને મોક્ષમાર્ગ કહેવો એ વ્યવહાર છે. સિદ્ધનો અનુભવ નહિ, પણ શુદ્ધનો અનુભવ તે નિશ્ચય અને વ્રત, તપાદિ બંધમાર્ગને મોક્ષમાર્ગનો ઉપચાર કરવો તે વ્યવહાર છે. આવું નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ છે. જેમ માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો તે વ્યવહાર છે. એટલે કે જે નથી તેને છે એમ કહેવું તે વ્યવહાર છે; તેમ રાગ છે તે ખરેખર બંધમાર્ગ છે, મોક્ષમાર્ગ નથી પણ મોક્ષમાર્ગમાં નિમિત્ત છે માટે તેને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે.
આત્મામાં કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય આદિ અનંત શક્તિઓ ભરી પડી છે. એમાંથી પૂર્ણ જ્ઞાનાનંદ દશા પ્રગટ થાય છે. શક્તિ પડી છે એમાંથી વ્યક્તરૂપ અવસ્થા થાય છે. શક્તિ પડી છે એને ભજ; પર્યાયને નહિ, રાગને નહિ, નિમિત્તને નહિ, પણ આત્મા શક્તિરૂપ છે તેની ભક્તિ કરવી, તે મોક્ષમાર્ગ છે. શ્રીમદે એક બ્રાહ્મણનું દષ્ટાંત આપ્યું છે કે-જેમ એક બ્રાહ્મણે નક્કી કર્યું કે મારે શક્તિને પૂજવી છે. તેથી કોનામાં શક્તિ વધારે છે તેનો વિચાર કરવા બેઠો છે. ઉંદર કપડાંને કાપે છે માટે એમાં શક્તિ વધારે છે, બિલાડી ઉંદરને મારી નાખે છે માટે એની શક્તિ વધી, બિલાડીને કૂતરો મારે છે માટે એની શક્તિ વધી, કુતરાને મારી સ્ત્રી લાકડી મારીને કાઢી મૂકે છે માટે મારી સ્ત્રીની શક્તિ વધી, અને મારી સ્ત્રી કરતાં મારી શક્તિ વધારે છે માટે ખરેખર તો મારામાં શક્તિ વધારે છે; માટે એનું જ પૂજન કરવું જોઈએ. તેમ શરીર, વાણી, મન આદિમાં આત્માની શક્તિ નથી કેમકે તે તો પર છે, અને આત્માની પર્યાયમાં પુણ્ય-પાપના ભાવો થાય છે એમાં કેવળજ્ઞાન પ્રગટ થાય એવી શક્તિ નથી, અને વર્તમાન અપૂર્ણ પર્યાય છે એમાં પૂર્ણ થવાની શક્તિ નથી પણ આત્મા ત્રિકાળ ધ્રુવ અનંત શક્તિથી પૂર્ણ ભરેલો છે એની પ્રતીતિ, જ્ઞાન અને લીનતા કરે તો એમાંથી કેવળજ્ઞાન પ્રગટ થાય એમ છે. એની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com