________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો પર્યાયમાં સિદ્ધસમાન શુદ્ધ માને છે તો વ્રતાદિનું સાધન શા માટે કરે છે? સિદ્ધને વ્રતાદિનું સાધન હોતું નથી માટે નિશ્ચય માનવામાં તારી ભૂલ છે, તથા વ્રતાદિના સાધન વડે સિદ્ધ થવા ઈચ્છે છે તો વર્તમાનમાં સિદ્ધસમાન શુદ્ધ આત્માનો અનુભવ મિથ્યા થયો. એ પ્રમાણે બન્ને નયોને પરસ્પર વિરોધ છે. માટે બન્ને નયોનું ઉપાદેયપણું સંભવતું નથી.
પ્રશ્ન:- શ્રી સમયસાર આદિ શાસ્ત્રોમાં શુદ્ધ-આત્માના અનુભવને નિશ્ચય કહ્યો છે તથા વ્રત, તપ, સંયમાદિકને વ્યવહાર કહ્યો છે; અને અમે પણ એમ જ માનીએ છીએ.
ઉત્ત૨:- શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે. તેથી તેને નિશ્ચય કહ્યો છે; પણ સિદ્ધસમાન વર્તમાન અનુભવ કરવો તે નિશ્ચય નથી. એકલો શાયક ચિદાનંદ શુદ્ધ સામાન્ય છે; એની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા એ જ મોક્ષમાર્ગ છે; એ નિશ્ચય બરાબર છે. વીતરાગી અંશ થયો તે શુદ્ધ છે અને એને જ નિશ્ચય કહ્યો છે. એ વખતે વર્તતા રાગને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે. એને મોક્ષમાર્ગ કહ્યો તેથી અશુદ્ધતા કાંઈ શુદ્ધતા થતી નથી, તે તો બંધમાર્ગ જ છે; પણ વ્યવહા૨થી એને મોક્ષમાર્ગ કહેલ છે.
*
વી૨ સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૧૩ શનિવાર, તા. ૧૧-૪-૫૩
આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ છે. એનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે; પણ વર્તમાન સિદ્ધસમાન શુદ્ધ છું એવો અનુભવ કરવો તે નિશ્ચય નથી. માટે વર્તમાન પર્યાયમાં સિદ્ધસમાન શુદ્ધ આત્માનો અનુભવ તું માને છે, એ પ્રમાણે નથી. શુદ્ધ આત્મા કોને કહેવો? એ વાત હવે કહે છે. સ્વભાવથી અભિન્ન અને પરભાવોથી ભિન્ન એવો શુદ્ધ શબ્દનો અર્થ છે. પોતાના ગુણ-પર્યાયથી અભિન્ન અને શ૨ી૨, કર્મ આદિ પરદ્રવ્ય અને એના ભાવોથી ભિન્ન આત્મા છે એનું નામ શુદ્ધ છે; પણ સંસારી આત્માને શુદ્ધ સિદ્ધસમાન માનવો એવો શુદ્ધ શબ્દનો અર્થ નથી. શરીરાદિની ક્રિયા તો મોક્ષમાર્ગ નથી; પણ દયા, દાન, ભક્તિ વ્રતાદિના પરિણામ પણ મોક્ષમાર્ગ નથી; એ તો બંધમાર્ગ છે. નિશ્ચયથી તો શુદ્ધ આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા થવી તે મોક્ષમાર્ગ છે. સંસારીને સિદ્ધ માનવો એનું નામ શુદ્ધ આત્માનો અનુભવ નથી અને એ નિશ્ચય પણ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com