________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૨૩૭
ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હતા, પણ ભગવાનના નિર્વાણ વખતે રુદન કરતાં કહે છે કે-હૈ નાથ ! આજે ભરતનો સૂર્ય અસ્ત થયો. ઇન્દ્ર કહે છે કે તમે તો ચરમ શ૨ી૨ી છો; તો આ શું? તેમને પણ ભાન છે છતાં કહે છે કે પ્રભુ! તમારો વિરહ પડયો,
આપનો ઉપદેશ હવે કયાંથી મળશે ?
શ્રી કુંદકુંદાચાર્ય પણ કહે છે કે-હૈ સીમંધર ભગવાન!
આ ભરતક્ષેત્રે આપના
વિરહા પડયા છે. હે નાથ ! મહાવિદેહમાં તો લાખો કેવળી બિરાજે છે અને અહીં
ભરતક્ષેત્રે આપનો વિરહ છે, એમ વિરહનું દુઃખ લાગે છે. આ એવો રાગ લાવવો પડતો નથી, અને એ રાગ થયો છે તે વ્યવહાર ઉપાદેય નથી, ઉપાદેય તો એક નિશ્ચય જ છે.
બધું સહજ હોય છે. કાંઈ મોક્ષમાર્ગ નથી.
જુઓ, અહીં પંચકલ્યાણક મહોત્સવ વખતે શ્રી નેમિનાથ ભગવાનના વૈરાગ્ય પ્રસંગનો દેખાવ વૈરાગ્યવાળો હતો. રાજેમતી કહે છે કે-હૈ નાથ! આપ સ્વરૂપસાધન માટે નીકળ્યા છો, હું પણ સ્વરૂપસાધન માટે નીકળું છું. આવા દેખાવો જોઈને કોઈને રુદન પણ આવી જાય, પણ સમજે છે કે તેવો શુભભાવ પણ અંગીકાર કરવા જેવો નથી. નબળાઈથી રાગ થયો છે તે ઉપાદેય નથી.
વ્યવહા૨નય અસત્યાર્થ છે. નિશ્ચયનય સત્યાર્થ છે
શ્રી સમયસારમાં પણ એમ કહ્યું છે કે-“ વવહારો મૂયો મૂયત્નો વેસિવો ૬ સુઘ્ધળો” વ્યવહાર અભૂતાર્થ છે સત્યસ્વરૂપને નિરૂપતો નથી, પણ કોઈ અપેક્ષાએ ઉપચારથી અન્યથા નિરૂપે છે. તથા નિશ્ચય શુદ્ઘનય છે-ભૂતાર્થ છે; કારણ કે વસ્તુનું સ્વરૂપ છે તેવું નિરૂપે છે. વ્યવહાર સત્ વસ્તુનું નિરૂપણ કરતો નથી, પણ વસ્તુસ્વરૂપ હોય એનાથી જુદું કહે છે. માટે વ્યવહાર ઉપાદેય નથી, અજ્ઞાની વ્યવહા૨ને અંગીકાર કરવા જેવો માને છે તેથી તે મૂઢ છે.
વ્યવહારનય અન્યથા કહે છે એટલે બંધમાર્ગને મોક્ષમાર્ગ કહે છે, ખરેખર જે મોક્ષમાર્ગ નથી એને મોક્ષમાર્ગ કહે છે તે વ્યવહારનય છે. અને નિશ્ચયનય જેવું સ્વરૂપ છે તેવું કહે છે. ભગવાને મને તાર્યો-એ બધું કથન વ્યવહારનું છે, પણ વસ્તુસ્વરૂપ એવું નથી. માટે વ્યવહારનયને ઉપાદેય માનવો તે મિથ્યાત્વ છે. નિશ્ચયનય એક જ ઉપાદેય છે-એમ જ્ઞાની માને છે.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com