________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વ્યાપારનું બધું કામ આવડે છે? ધીરધાર કરતા આવડે છે? અને ધીરધાર કરીને પાછા રૂપિયા વસૂલ કરતાં આવડે છે? એટલે કે મીંડાં વાળતાં આવડે છે? એ જાણે તો બધું જાણું કહેવાય. તેમ અહીં કહે છે કે અત્યાર સુધી જે ધારણા કરી છે તેનાં મીંડાં વાળતાં તને આવડે, ભૂલ કબૂલ કરતાં આવડે તો નવી ચીજ અંતરમાં પેસે; એટલે કે સમજાય તેમ છે. અત્યાર સુધી વ્રતાદિ કરીને ધર્મ માનતો હતો તે મિથ્યાત્વને ઘૂંટતો હતો, તે શ્રદ્ધાનની ભૂલ હતી. એ પ્રથમ છોડવી જોઈએ. કર્મના કારણે વિકાર થાય છે. એ માન્યતામાં પણ ભૂલ હતી એમ કબૂલ કરવું જોઈએ. સમયસાર વાંચીને કહે છે કે અમે નિશ્ચયને માનીએ છીએ, પણ સાથે સાથે કર્મના કારણે રાગ અને રાગથી નિશ્ચય રત્નત્રય માનતા, તો આત્મા શુદ્ધજ્ઞાયક છે એવી માન્યતા ક્યાં રહી? માત્ર ધારણા કરી હતી. એ ભૂલ હતી-એમ જ્યાં સુધી કબૂલ ન કરે ત્યાં સુધી પાત્રતા પણ નથી. સંસારનું મૂળ મિથ્યાદર્શન છે; તેનો નાશ કરવાથી
સંસારનો નાશ થાય છે જેને જન્મ-મરણ મટાડવાં હોય તેણે આત્મસ્વરૂપ સમજવું જોઈએ. ચીભડાના એક વેલામાંથી ઘણા વેલા ફાટે છે અને આખા ખેતરમાં ફેલાઈ જાય છે. હવે તે વેલાનો નાશ કરવો હોય તો તેનું મૂળ તો એક જ હોય છે. ત્યાં જઈને દાતરડાથી તેનું મૂળ કાપી નાખે તો બધા વેલા સુકાઈ જાય છે. ઉપરથી ઝાડની ડાળી, પાંદડાં કાપવાથી પાછું એવું ને એવું તે ફાલે છે. એમ સંસારનું મૂળ મિથ્યાદર્શન છે. એનો નાશ કરે તો સંસારરૂપી ઝાડનો નાશ થાય એમ છે. દયા, દાન, ભક્તિ આદિના શુભભાવથી સંસારનો નાશ થતો નથી.
પાનંદીપચ્ચીસીમાં આવે છે કે નિશ્ચય રત્નત્રયનું સાધન શરીર છે, અને શરીર આહારથી નભે છે અને આહાર શ્રાવક આપે છે. માટે ઉપચારથી શ્રાવકે મોક્ષમાર્ગ આપ્યો એમ કથન કરાય છે. શ્રાવકને આહાર આપવાનો ભાવ થયો કે મુનિ આત્માનું સાધન કરી રહ્યા છે, તેમને ક્યારે હું આહારદાન કરું! ધન્યભાગ્ય ! અમારા આંગણે કલ્પવૃક્ષ આવ્યું. એમ ભક્તિથી કહે છે કે પણ તે સમજે છે કે આહાર રત્નત્રયનું સાધન નથી પણ વ્યવહારથી સાધન કહેવાય છે. ભાષા અને રાગ હોય છે ખરો પણ જ્ઞાની એનો કર્તા નથી. તે વખતે પણ હું જ્ઞાનાનંદસ્વરૂપી છું એવું ભાન જ્ઞાનીને હોય છે. વ્યવહાર કરવો પડે છે એમ નથી, પણ વ્યવહાર આવી જાય છે. ભરત ચક્રવર્તી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com