________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો
૨૩૪ ]
મોક્ષમાર્ગ બે નથી; તેનું નિરૂપણ બે પ્રકારે છે
અંતરંગમાં પોતે તો નિર્ધાર કરી યથાવત્ નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને ઓળખ્યો નથી; પણ જિનઆજ્ઞા માની નિશ્ચય –વ્યવહારરૂપ બે પ્રકારનો મોક્ષમાર્ગ માને છે. હવે મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. આત્મામાં નિર્વિકલ્પ દશા થવી તે મોક્ષમાર્ગ છે, બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. અને જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પણ મોક્ષમાર્ગનું નિમિત્ત છે તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે. પંચમહાવ્રતાદિ મોક્ષમાર્ગ નથી પણ નિર્વિકલ્પ મોક્ષમાર્ગ પ્રગટ કરે તો તેને નિમિત્ત કહેવાય છે. નિશ્ચય મોક્ષમાર્ગ ન હોય તો પંચમહાવ્રતાદિને વ્યવહાર પણ કહેવાતો નથી, એટલે કે તેમાં નિમિત્તપણાનો આરોપ પણ આવતો નથી. આ રીતે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ છે.
મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે વ્હેલ છે. એમાં વીતરાગી નિર્વિકલ્પ દશા તે નિશ્ચય મોક્ષમાર્ગ અને રાગ-વ્રતાદિની દશા તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. એક સાચો મોક્ષમાર્ગ અને બીજો નિમિત્ત, ઉપચાર, સહકારી કે ખોટો મોક્ષમાર્ગ–એમ બે પ્રકારે મોક્ષમાર્ગનું નિરૂપણ છે. અખંડ આત્મસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો તે સાચો મોક્ષમાર્ગ છે. તે વખતે રાગ-વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી પણ તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે, એટલે કે તે નિમિત્ત, સહચાર, ઉપચાર અને વ્યવહા૨-એમ ચા૨ પ્રકારે મોક્ષમાર્ગનું નિરૂપણ કરેલ છે.
આત્મામાં નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો તેને સાચો, અનુપચાર, શુદ્ધ ઉપાદાન અને યથાર્થ મોક્ષમાર્ગ કહેલ છે. તે વખતે રાગને ઉપચાર નિમિત્ત, સહચારી અને વ્યવહાર મોક્ષમાર્ગ કહેલ છે. આમ નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ છે. અહીં મોક્ષમાર્ગનું કથન ચાલે છે તેથી આત્માની શુદ્ધ ઉપાદેય કહેલ છે, અને વ્યવહાર–રાગને હેય કહેલ છે. દ્રવ્ય દષ્ટિના વિષયમાં તો આત્માની શુદ્ધ પર્યાયને પણ હેય કહેલ છે. અહીં વ્યવહારને સહચારી-નિમિત્ત કહેલ છે, કેમ કે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થયું છે, એને રાગ પણ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો જ હોય છે, કુદેવાદિનો હોતો નથી. માટે તે રાગને સહચારી કહેલ છે.
રહસ્યપૂર્ણચિઠ્ઠીમાં પંડિતજીએ કહ્યું છે કેઃ- સમ્યકત્વીને વ્યવહારસમ્યક્ત્વમાં નિશ્ચયસમ્યક્ત્વ ગર્ભિત છે. વ્યવહા૨ વખતે પણ નિશ્ચયરૂપ પરિણતિ થઈ રહી છે. માટે વ્યવહારમાં નિશ્ચય પરિણતિ ગર્ભિત કહી છે; પણ એનો અર્થ એવો નથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com