________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૨ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, તેની પર્યાયમાં વ્રતાદિના શુભભાવ થાય છે તે તેનું ખરું સ્વરૂપ નથી-એવી દષ્ટિપૂર્વક અંત૨માં લીનતા થઈ છે તે ભાવલિંગી મુનિ છે અને તેને બહારમાં યથાર્થ દ્રવ્યલિંગ હોય છે.
જ્ઞાનની ક્રિયા આત્માની છે, રાગની ક્રિયા આત્માની નથી. રાગની ક્રિયા કરવી પડે એમ અજ્ઞાની કહે છે; તેને રાગની રુચિ છૂટી નથી. આત્માના ભાનપૂર્વક જ્ઞાનીને દયા આદિના શુભભાવ આવી જાય છે, પણ એને કરવા પડતા નથી. દ્રવ્યલિંગીને રાગની રુચિ હોય છે તેથી સમ્યગ્ગાની કરતાં એને શાસ્ત્રમાં નીચો કહ્યો છે. શ્રી સમયસારમાં દ્રવ્યલિંગી મુનિનું હીનપણું ગાથા, ટીકા અને કળશમાં પ્રગટ કર્યું છે, કેમકે બહારની ક્રિયામાં સાવધાન રહે છે. શ્રી પંચાસ્તિકાયની ટીકામાં પણ જ્યાં કેવળ વ્યવહારાવલંબીનું કથન કર્યું છે, ત્યાં તે વ્યવહાર પંચાચાર પાળતો હોવા છતાં પણ તેનું હીનપણું જ પ્રગટ કર્યું છે. જેના નિમિત્તે આત્માની યથાર્થ વાત સાંભળી હોય, જેની પાસેથી ન્યાય મળ્યો હોય તેનો વિનય ન કરે તો તે વ્યવહા૨ે નિહવ છે–ચોર છે. અહીં તો પંચાચારરૂપ વ્યવહારમાં વિનય પણ કરે છે છતાં આત્માનો વિનય જાણ્યો નથી તેથી તેને હીન કહ્યો છે.
સંસારતત્ત્વ? ! ! !
શ્રી * પ્રવચનસારમાં પણ દ્રવ્યલિંગીને સંસારતત્ત્વ કહ્યું છે. રાગથી ધર્મ માનવો અને ૫૨થી લાભ-નુકશાન માનવું તે સંસારતત્ત્વ છે. ત્રસની ઉત્કૃષ્ટ બે હજાર સાગરની સ્થિતિ પૂરી કરી તે નિગોદમાં ચાલ્યો જાય છે. મુનિપણું પાળે છતાં તેને સંસારતત્ત્વ કહેલ છે. આત્મા પરિપૂર્ણ છે એવી દૃષ્ટિ થઈ નથી તે દ્રવ્યલિંગી નગ્નમુનિ થાય, શ્રાવકપણું પાળે, શુભભાવ કરે પણ અંતરદષ્ટિ નથી, તેથી તે સંસારતત્ત્વ છે. સમ્યગ્દર્શનરૂપી ભૂમિ વિના વ્રતરૂપ વૃક્ષ થતું નથી. મિથ્યાદષ્ટિ ક્રિયાકાંડ કરે પણ તે રણમાં પોક મૂકવા જેમ વ્યર્થ છે. એને આત્માનો કાંઈ લાભ થતો નથી. પરમાત્મપ્રકાશાદિ બીજા શાસ્ત્રોમાં પણ આ વાત સ્પષ્ટ કરી છે. આત્માના ભાન વિના જપ, તપ, શીલ, સંયમાદિ ક્રિયાઓને અકાર્યકારી બતાવેલ છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થાય એવી માન્યતા મિથ્યાદષ્ટિની છે. એ પ્રમાણે કેવળ વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિનું વર્ણન કર્યું.
હવે નિશ્ચય-વ્યવહાર બન્ને નયોના આભાસને અવલંબે છે એવા મિથ્યાદષ્ટિનું વર્ણન કરે છે.
* પ્રવચન સાર ગાથા ૨૭૧
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com