________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો સમજવામાં પણ જેને ડર લાગે છે તેને સાચો અભિપ્રાય થઈ શકતો નથી. સમાજમાંથી દૂર કરશે, આહાર નહિ મળે એવો ભય જેને છે તેને સાચો અભિપ્રાય થતો નથી. અહીં તો કહે છે કે દ્રવ્યલિંગી પંચમહાવ્રત પાળીને અંતિમ રૈવેયક સુધી જાય અને સમ્યગ્દષ્ટિ કદાચ પહેલે દેવલોક જાય, પણ એ તો બહારના સંયોગની વાત છે. સમ્યગ્દર્શનપૂર્વક કદાચ નરકમાં જવું પણ સારું છે અને મિથ્યાત્વસહિત અંતિમ રૈવેયક જાય તો પણ બૂરું છે. ક્ષેત્રથી ઊંચે ગયો એ તો જેમ માખી ઊંચે ઊડે છે એના જેવું છે.
યથાર્થ શ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક ઘાતિકર્મોનો અભાવ કરવો તે કાર્યકારી છે, અઘાતિમાં ફેર પડે એ કાંઈ કાર્યકારી નથી. આત્માના ગુણોનો ઘાત ન થાય એ લાભનું કારણ છે. અઘાતિકર્મોનો ઉદય આત્માના ગુણો ઘાતવામાં નિમિત્ત નથી. તે તો માત્ર બહારના સંયોગો આપે છે, માટે વાતિકર્મોનો નાશ જે ભાવથી થાય તે કાર્ય કરવું સારું છે.
અત્યારે તો નિમિત્ત-ઉપાદાનની એટલી બધી સ્પષ્ટ વાત આવી છે કે પંડિતો પોતાની માન્યતાનો આગ્રહ રાખીને, કુતર્ક કરીને પણ પોતાની વાત સિદ્ધ કરવા માગે છે. અષ્ટસહસ્ત્રી આદિમાં નિમિત્તથી આત્માની પર્યાય થાય છે એમ આવે છે-એમ તેઓ કહે છે પણ તે વાત ખોટી છે. આત્માની પર્યાયમાં પોતાના કારણે હીણી દશા થાય છે એટલે કે ઘાત થાય છે ત્યારે ઘાતિકર્મોને નિમિત્ત કહેવાય છે; પણ ઘાતિકર્મોનાં કારણે આત્માના ગુણોનો ઘાત થાય છે એમ નથી. નૈમિત્તિકપર્યાય પોતાથી થાય છે. ત્યારે નિમિત્તમાં આરોપ આવે છે. જો પોતાની જ્ઞાનાદિ પર્યાયમાં સર્વથા ઘાત થતો ન હોય તો તો કેવળજ્ઞાનાદિ હોય; પણ હીણી પર્યાય છે તો એમાં કર્મ નિમિત્ત છે, તે વાત યથાર્થ છે. નિમિત્ત છે ખરું પણ તે ઉપાદાનમાં પેસી જતું નથી, તેમજ તેમાં કોઈ કાર્ય પણ કરતું નથી. આ વાતનું પ્રથમ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ.
હવે ઘાતિકર્મોનો બંધ બાહ્યપ્રવૃત્તિ અનુસાર નથી પણ અંતરંગ કપાયા પ્રમાણે હોય છે. તેથી જ દ્રવ્યલિંગીથી અસંયત-દેશસંયત સમ્યગ્દષ્ટિને ઘાતિકર્મોનો થોડો બંધ છે. મિથ્યાષ્ટિને ઘાતિકર્મોનો બંધ ઘણો છે. જ્ઞાનીને મિથ્યાત્વ નથી એટલો તો ઘાતિકર્મનો બંધ નથી અને અજ્ઞાનીને ઘાતિકર્મોનો પૂરો બંધ છે. તેથી દ્રવ્યલિંગીને હીન કહેલ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com