________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૩૧
અધિકાર સાતમો] જાઓ, અહીં વ્યવહારાભાસી મિથ્યાષ્ટિનું સ્વરૂપ ચાલે છે. વ્યવહારક્રિયાકાંડ કરે છે પણ આત્મા કોણ છે એની જેને ખબર નથી તેવા દ્રવ્યલિંગી કરતાં અસંયત સમ્યગ્દષ્ટિ ઊંચો છે-એમ કહેલ છે. દ્રવ્યલિંગી મોક્ષમાર્ગમાં નથી અને સમ્યગ્દષ્ટિ મોક્ષમાર્ગમાં છે. દ્રવ્યલિંગી બહારમાં વ્રતાદિ પાળે છે છતાં તે બંધમાર્ગમાં છે, કારણ કે અભ્યતરમાં મિથ્યાત્વકષાય પડેલો છે. સમ્યગ્દષ્ટિને અત્યંતર મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો નાશ થયો છે.
દ્રવ્યલિંગીને સર્વ ઘાતિકર્મોનો ઘણા સ્થિતિ અનુભાગ સહિત બંધ છે, કેમ કે અંતરમાં સંયોગી દષ્ટિ છૂટી નથી; અને સમ્યગ્દષ્ટિને ઘાતિકર્મોમાં દર્શનમોહનો તથા અનંતાનુબંધીનો બંધ પડતો નથી, કેમ કે અંતરમાં આત્માનું ભાન વર્તે છે; અને પાંચમા ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાનાવરણીનો પણ બંધ પડતો નથી. બીજો જે બંધ પડે છે તેમાં અલ્પ સ્થિતિ અને અલ્પ અનુભાગ પડે છે. દ્રવ્યલિંગીને કદી પણ ગુણશ્રેણી નિર્જરા નથી, સમ્યગ્દષ્ટિને કોઈ વેળા ગુણશ્રેણી નિર્જરા હોય છે, અને દેશ-સકલ સંયમ થતાં નિરંતર થાય છે, માટે તેમને મોક્ષમાર્ગ થયો છે અને તેથી દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્રમાં અસંયત દેશસંયત સમ્યગ્દષ્ટિથી હીન કહ્યો છે.
સંયોગદષ્ટિવાળાને કદી ધર્મ થતો નથી દ્રવ્યલિંગી પંચમહાવ્રતાદિ પાળે છે પણ તેને આત્મામાં અત્યંતર દષ્ટિ થઈ નથી, તેથી તેને ગુણશ્રેણી નિર્જરા હોતી નથી. આત્માનો ગુણ અંશમાત્ર પણ પ્રગટ થયા નથી. દરેક આત્માની અને દરેક પરમાણુની પર્યાય સ્વતંત્ર થાય છે. એક સના અંશથી બીજા સતનો અંશ થાય એમ બને નહિ; માટે નિમિત્તના કારણે નૈમિત્તિકપર્યાય થાય એમ ત્રણકાળમાં બને નહિ. નિમિત્ત પણ તેની પોતાની પર્યાયની અપેક્ષાએ ઉપાદાન છે, તેથી તે પોતાનું કાર્ય કરે છે એવી દષ્ટિ થઈ નથી તેને કદી પણ ધર્મ થતો નથી. સમ્યગ્દષ્ટિ વિના ગુણશ્રેણી નિર્જરા થતી નથી. સંયોગદષ્ટિ અને સ્વભાવદષ્ટિ એ બેમાં પૂર્વ-પશ્ચિમ જેટલો ફેર છે. દ્રવ્યલિંગીને સંયોગદષ્ટિ છે એટલે એને કદાપિ ધર્મ થતો નથી.
આત્મા જ્ઞાયક ચિદાનંદ છે. તે કોઈ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં હોય તોપણ સ્વતંત્ર છે. એવી દષ્ટિ જેને થઈ નથી તેને કોઈ કાળમાં પણ ધર્મ થતો નથી. હું નિમિત્ત થાઉં તો બીજો ધર્મ પામે અને બીજા નિમિત્ત થાય તો મારામાં ધર્મ થાય-એ માન્યતા મિથ્યાષ્ટિની છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com