________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૨૨૯
દ્રવ્યલિંગી સાધુ અસંયત સમ્યગ્દષ્ટિ તથા દેશસંયત કરતાં હીન છે
યોગીન્દ્રદેવ કહે છે કે-અજ્ઞાની ચારગતિમાં પોતાના કા૨ણે દુઃખી થઈ રહ્યો છે. અજ્ઞાનીને પરદ્રવ્યમાં ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિ છે તેથી તેને ચારિત્ર હોતું નથી. દ્રવ્યલિંગી વિષયસેવન છોડી તપશ્ચરણાદિ કરે છે તોપણ તે અસંયમી છે. સિદ્ધાંતમાં અસંયત એટલે અવિરતિ સમ્યગ્દષ્ટિ અને દેશસયત એટલે પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવક કરતાં દ્રવ્યલિંગી મુનિને હલકો કહ્યો છે; કેમકે એને પહેલું ગુણસ્થાન છે. દ્રવ્યલિંગી દિગંબર સાધુ નવકોટિએ બ્રહ્મચર્ય પાળે, મંદકષાય કરે પણ આત્માનું ભાન નથી તેથી તેને ચોથા-પાંચમા ગુણસ્થાનવાળા જ્ઞાની કરતાં હીન કહ્યો છે.
પ્રશ્નઃ- અસંયત-દેશસંયત સમ્યગ્દષ્ટિને કષાયોની પ્રવૃત્તિ હોય છે. જ્ઞાનીને રાજપાટ હોય, લડાઈમાં કદાચ ઊભો હોય, એવી કષાયની પ્રવૃત્તિ હોય છે અને દ્રવ્યલિંગીને એવી કષાયની પ્રવૃત્તિ હોતી નથી. દ્રવ્યલિંગી મુનિ ત્રૈવેયક સુધી જાય છે અને ચોથા-પાંચમાવાળો જ્ઞાની સોળમાં સ્વર્ગ સુધી જાય છે; માટે તેનાથી દ્રવ્યલિંગીને હીન કેમ કહ્યો ? દ્રવ્યલિંગીને ભાલિંગીથી હલકો કહો પણ ચોથા ગુણસ્થાનવાળા કરતાં હીન શા માટે કહો છો ?
સમાધાનઃ- અસંયત-દેશસંયત સમ્યગ્દષ્ટિને કષાયોની પ્રવૃત્તિ તો છે પરંતુ શ્રદ્ધાનમાં તેને કોઈ પણ કષાય કરવાનો અભિપ્રાય નથી. પર્યાયમાં કષાય થાય છે અને તે ય માને છે દ્રવ્યલિંગીને તો શુભકષાય કરવાનો અભિપ્રાય હોય છે અને શ્રદ્ધાનમાં એને ભલો પણ જાણે છે. જ્ઞાનીના અને અજ્ઞાનીના અભિપ્રાયમાં મોટો ફેર છે. અજ્ઞાની મંદકષાયને ઉપાદેય માને છે, તેથી તેને એક પણ ભવનો નાશ થતો નથી. સમ્યગ્દષ્ટિ કષાયને હૈય માને છે, તેથી તેણે અનંત ભવોનો નાશ કર્યા છે. માટે અભિપ્રાયની અપેક્ષાએ ચોથા તથા પાંચમા ગુણસ્થાનવાળા જ્ઞાની કરતાં દ્રવ્યલિંગીને હલકો કહ્યો છે. વ્યલિંગીને વૈરાગ્ય પણ ઘણો હોય છે, પણ અત્યંતરમાં દષ્ટિ કષાય ઉપર છે. અકષાય સ્વભાવની દૃષ્ટિ તેને નથી તેથી તે મંદકષાયરૂપ પરિણામને ઉપાદેય માને છે. જ્ઞાની અને અજ્ઞાનીના અભિપ્રાયમાં ઊગમણો-આથમણો ( પૂર્વ-પશ્ચિમ જેટલો ) ફેર છે. માટે જ્ઞાની કરતાં દ્રવ્યલિંગી મુનિને કષાય ઘણો છે-એમ કહેલ છે.
તે કષાયની મંદતાપૂર્વક યોગપ્રવૃત્તિ કરે છે, તે વડે અઘાતિમાં પુણ્યબંધ બાંધે, પણ ઘાતિકર્મનો બંધ તો એવોને એવો પડે છે. બહારના સંયોગમાં ફેર પડે પણ અંતરંગમાં શાંતિ થતી નથી; માટે એના આત્માને લાભ નથી, સત્ય વસ્તુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com