________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૨૨૭
છે ત્યાં તો જેમ અન્ય જ્ઞેયને જાણે છે તે જ પ્રમાણે દુ:ખના કારણ જ્ઞેયને પણ જાણે છે. એવી દશા તો તેને થઈ નથી. જ્ઞાનીને પરિષઠુ આવ્યો હોય તે દેખીને તે દુઃખી છે એમ જે માને તે મિથ્યાદષ્ટિ છે. મુનિ પરિષહુ વખતે પણ અંતરશાંતિમાં ૨મતાં હોય છે. મનથી છૂટીને અંતરમાં લીન થયા હોય છે. એવી મુનિદશા હોય છે.
મિથ્યાદષ્ટિને એવી અંતરશાંતિ-નિર્વિકલ્પદશા કદી હોતી નથી. ઈષ્ટ-અનિષ્ટ સામગ્રી ઉપ૨ જેની દૃષ્ટિ છે તેને તો આર્ત્તધ્યાન હોય છે. તેથી તેને મંદકષાય પણ હોતો નથી. વીતરાગભાવ હોય તો તે જેમ બીજા જ્ઞેયને જાણે છે તેમ પરિષહનો પણ જ્ઞાતા રહે પણ એવી દશા દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિને હોતી નથી.
અજ્ઞાની માને છે કે “મેં ૫૨વશપણે નરકાદિ ગતિમાં ઘણાં દુઃખ સહ્યાં છે, આ પરિષહાદિનું દુઃખ તો થોડું છે. તેને જો સ્વવશપણે સહન કરવામાં આવે તો સ્વર્ગ-મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. પરિષહ સહન કરીએ નિહ અને વિષયસુખ ભોગવીએ તો ઘણું દુ:ખ થશે.” પરિષષ્ઠમાં દુઃખ માન્યું એણે તો ૫૨દ્રવ્યને દુઃખનું કારણ માન્યું તેથી તેને પરિષહમાં અનિષ્ટબુદ્ધિ થયા વિના રહે નહિ. પરિષહ તો જ્ઞાનનું શૈય છે. તે ઈષ્ટ-અનિષ્ટ નથી. છતાં તેમાં ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિ કરવી તે કષાય જ છે.
*
વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૭ સોમવાર, તા. ૬-૪-૫૩
દ્રવ્યલિંગી ખરેખર કર્મ અને આત્માને ભિન્ન માનતો નથી
વળી દ્રવ્યલિંગીને એવો વિચાર હોય છે કે-જે કર્મ બાંધ્યાં છે તે ભોગવ્યા વિના છૂટતાં નથી. તે કર્મ અને આત્માને ભિન્ન માનતો નથી. કર્મનું ફળ આત્મામાં માને છે અને આત્મા કર્મને ભોગવે છે એમ તે માને છે. કર્મને ભોગવ્યા વિના છૂટકો નથી, માટે મારે સહન કરવું જોઈએ એવા વિચારથી કર્મફળચેતનારૂપ પ્રવર્તે છે. શ્રેણીકરાજાને પણ કર્મના કારણે નરકમાં જવું પડયું, તેઓ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હતા, તેમને નરકમાં જવાનો ભાવ ન હતો, છતાં કર્મના કારણે જવું પડયું એમ તે માને છે. શ્રેણીકરાજા ખરેખર તો પોતાની યોગ્યતાના કારણે નરકમાં ગયા છે, પણ આયુષ્યકર્મના કારણે ગયા નથી. આત્મા કર્મને ભોગવે છે એમ માનીતે હરખશોકમાં અજ્ઞાની એકાકાર થાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com