________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
| [૨૨૫ છે અને એ જ અભિપ્રાયથી તે સર્વ સાધન કરે છે. હવે એ સાધનોના અભિપ્રાયની પરંપરાને વિચારીએ તો તેને કષાયો અભિપ્રાય આવે છે. જ્ઞાનીને પરદ્રવ્યની ક્રિયા કરવાની વાત તો છે જ નહિ પણ પોતાની પર્યાયમાં અશુભનો શુભ કરવાનો પણ તેને અભિપ્રાય નથી. આત્મા જ્ઞાતાપણે રહે તે જ અભિપ્રાય છે. એવા નિર્ણય વિના જે કાંઈ સાધન દ્રવ્યલિંગી કરે છે તેમાં એકલું કષાયનું જ પોષણ છે.
દ્રવ્યલિંગી મુનિની બાહ્યક્રિયા એવી હોય છે કે જગતને તો એમ લાગે કે આ તો તારણહાર છે. હિન્દુસ્તાન એ રીતે ત્યાગના નામથી ઠગાણો છે, પણ તત્ત્વજ્ઞાન શું ચીજ છે એની ખબર નથી. તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહેલ છે, એટલે ઠેકાણે ઠેકાણે તત્ત્વનું જ્ઞાન દ્રવ્યલિંગીને નથી-એમ કહ્યું છે. સર્વજ્ઞના માર્ગની સાથે કોઈપણ ધર્મનો સમન્વય હોય શકે જ નહિ,
જૈન એટલે સ્વતંત્ર વસ્તુસ્વભાવ કહેનાર દ્રવ્યલિંગી પાપના કારણને હેય જાણી છોડે છે; પરંતુ પુણના કારણ પ્રશસ્તરાગને ઉપાદેય માને છે; તથા તેને વધવાનો ઉપાય પણ કરે છે. હવે પ્રશસ્તરાગ પણ કપાય જ છે. જેણે કપાયને ઉપાદેય માન્યો તેને કપાય કરવાનું જ શ્રદ્ધાન થયું. શુભરાગ વધારવામાં જ તે રોકાય છે, અહીં તો જેનો વ્યવહાર સાચો છે છતાં એનાથી ધર્મ માને છે તે સૂક્ષ્મ મિથ્યાદષ્ટિની વાત કરી છે.) જે જીવો અન્યમતીની સાથે જૈનમતને મેળવે છે એ તો જૈનધર્મને વ્યવહાર પણ માનતા નથી. રેશમી કપડાં સાથે ટાટને મેળવે એવું એ છે, અને દેખતાની સાથે આંધળો હોડ કરે એના જેવી વાત છે. સર્વજ્ઞના માર્ગની સાથે કોઈ પણ ધર્મનો સમન્વય છે જ નહિ, જૈન તો સ્વતંત્ર વસ્તુસ્વભાવ કહેનાર છે. “એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ.” દ્રવ્યલિંગીનો અભિપ્રાય અપ્રશસ્ત દ્રવ્યોથી ઢષ કરી પ્રશસ્ત દ્રવ્યોમાં રાગ કરવાનો છે; પણ પરદ્રવ્યોમાં સામ્યભાવરૂપ અભિપ્રાય તેને હોતો નથી.
- જ્ઞાની કોઈપણ પર પદાર્થને ઈષ્ટ-અનિષ્ટ માને નહિ, ચક્રવર્તી વંદન કરે પણ અંતરમાં માન થાય નહિ, એવા તત્ત્વજ્ઞાનપૂર્વક જ્ઞાનીને સામ્યભાવ હોય છે.
શ્રીમદ્ રાજચંદ્ર અપૂર્વ અવસરમાં કહ્યું છે કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com