________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦) દ્રવ્યલિંગીના અભિપ્રાયનું અયથાર્થપણું દ્રવ્યલિંગી મુનિ રાજ્યાદિક છોડી નિગ્રંથ થાય છે. હજારો રાણી છોડીને ત્યાગી થાય છે. અઠ્ઠાવીસ મૂળગુણોને પાળે છે પોતાને માટે આહાર પાણી બનાવેલાં હોય તો લે નહિ; ઉગ્ર તપશ્ચર્યા કરે છે. અત્યારે તો આહારપાણી એને માટે બને છે અને લે છે, એને તો દ્રવ્યલિંગના પણ ઠેકાણાં નથી. જુઓ, અહીં કોઈ વ્યક્તિની વાત નથી, શાસ્ત્ર કહે છે એવો વ્યવહાર પણ હોય નહિ અને અમે વ્યવહાર પાળીએ છીએ-એમ માને છે, તે તો સ્થૂલ મિથ્યાદષ્ટિ છે. અહીં તો અઠ્ઠાવીસ મૂળગુણ બરાબર પાળે છે તેની વાત છે; પણ તે મંદકષાયથી આત્માનું કલ્યાણ થઈ જશે એવી ઊંડી વાસના તેને હોય છે. એ અભિપ્રાય એને છૂટતો નથી. તેથી તે મિથ્યાદષ્ટિ છે.
તત્ત્વજ્ઞાન વિના દ્રવ્યલિંગી કષાયનું પોષણ કરે છે જૈનમાર્ગમાં પ્રતિજ્ઞા ન લે એનો દંડ નથી, પણ પ્રતિજ્ઞા લઈને ભંગ કરવી એ તો મહાપાપ છે. છ છ મહિનાના ઉપવાસ દ્રવ્યલિંગી કરે છે, સુધાદિ બાવીસ પરિષહુ સહન કરે છે, શરીરના બંડખંડ ટુકડા કરે પણ કષાય કરે નહિ, પણ કષાયની મંદતા એ શાંતિનું કારણ છે એવી વાસના તેને છૂટતી નથી. પરિષહુ વખતે માને છે કે મને પાપનો ઉદય છે તેથી આ પ્રતિકૂળ સંયોગો મળ્યા છે-એમ કોમળતા કરે છે, પણ એ કોમળતામાં જ ધર્મ માને છે. વ્રતભંગના અનેક કારણો મળે પણ દઢ રહે છે. બીજા દેવલોકની ઇન્દ્રાણી ચળાવવા આવે તોપણ બ્રહ્મચર્યમાંથી ચળે નહિ; કોઈથી ક્રોધ કરે નહિ. મારા કર્મના ઉદયે આ થયું છે એમ માની ક્રોધ કરે નહિ. મંદકષાયનું અભિમાન કરે નહિ, કપટથી સાધન કરે નહિ તથા એ સાધનો વડે આલોક-પરલોકના વિષયસુખને તે ઈચ્છતો પણ નથી. એવી દ્રવ્યલિંગી દશા હોય છે. જો એવી દશા થઈ ન હોય તો નવમી રૈવેયક સુધી કેવી રીતે પહોંચે ? છતાં તેને શાસ્ત્રમાં મિથ્યાષ્ટિ-અસંયમી જ કહ્યો છે, કેમ કે એને તત્ત્વનું સાચું શ્રદ્ધાન જ નથી. તત્ત્વજ્ઞાનપૂર્વક જે શ્રદ્ધાન થવું જોઈએ તે એને નથી. સાત તત્ત્વને ભિન્ન ભિન્ન ન જાણતાં એકનો અંશ બીજામાં મેળવે છે. પૂર્વે વર્ણન કર્યું છે તેવું તેને તત્ત્વોને શ્રદ્ધાન-જ્ઞાન થયું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com