________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ અવસ૨૦
૨૨૬]
પ્રશ્ન:- તો સમ્યગ્દષ્ટિ પણ પ્રશસ્ત રાગનો ઉપાય રાખે?
ઉત્ત૨:- જેમ કોઈને ઘણો દંડ થતો હતો, તે હવે થોડો દંડ આપવાનો ઉપાય રાખે છે તથા થોડો દંડ આપીને હર્ષ પણ માને છે; પરંતુ શ્રદ્ધાનમાં તો દંડ આપવો અનિષ્ટ જ માને છે. તેમ સમ્યગ્દષ્ટિ પણ મંદ કષાયનો ઉપાય રાખે છે, તે ઉપદેશનું કથન છે. સિદ્ધાંત એમ નથી. જેને સ્વભાવષ્ટિ થઈ છે તેને મંદકષાય સહજ હોય છે. સમ્યગ્દષ્ટિને પાપરૂપ ઘણો કષાય થતો હતો તે હવે પુણ્યરૂપ થોડો કષાય કરવાનો ઉપાય રાખે છે, તથા થોડો કષાય થતાં હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો કષાયને હૈયરૂપ જ માને છે.
શુભભાવ જ્ઞાનીને દંડસમાન છે, મિથ્યાદષ્ટિને વ્યાપાર સમાન છે.
અહીં તો અઠ્ઠાવીસ મૂળગુણ ચોખ્ખા પાળે એને દ્રવ્યલિંગી કહેલ છે. વસ્ત્રપાત્ર રાખે અને મુનિપણું મનાવે એ તો દ્રવ્યલિંગી નથી જ. નગ્ન થઈ ને પણ અઠ્ઠાવીસ મૂળગુણ યથાર્થ ન પાળે તો તે પણ દ્રવ્યલિંગી નથી. દ્રવ્યલિંગી તો વ્યવહાર બરાબર પાળે છે, તેને મોક્ષનું કારણ જાણી પ્રશસ્ત રાગનો ઉપાય રાખે છે અને ઉપાય બની આવતાં હર્ષ પણ માને છે. એ પ્રમાણે પ્રશસ્તરાગના ઉપાયમાં અથવા તેના હર્ષમાં સમાનતા હોવા છતાં પણ સમ્યગ્દષ્ટિને તો તે દંડસમાન છે અને મિથ્યાદષ્ટિને વ્યાપારસમાન શ્રદ્ધાન છે. જુઓ, અહીં પંડિતજીએ ઘરની વાત કરી નથી. યથાર્થ વાત કહી છે. કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષબુદ્ધિ નથી. પાપી પ્રત્યે દ્વેષ ન હોય પણ પાપ કેવું હોય તેનું વર્ણન જ્ઞાની કરે છે. સમ્યગ્દષ્ટિ અઠ્ઠાવીસ મૂળગુણના રાગને દંડ માને છે, અજ્ઞાની એને લાભ માને છે, તેથી અભિપ્રાયમાં પૂર્વ-પશ્ચિમ જેટલો ફેર છે.
વળી દ્રવ્યલિંગી પરિષહ-તપશ્ચરણાદિના નિમિત્તથી દુ:ખ થાય છે તેનો ઈલાજ તો કરતો નથી. હવે દુઃખ વેઠવું એ કષાય જ છે. જ્યાં વીતરાગતા હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com