________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકના કિરણો છે. આત્મા જ્ઞાયક ચૈતન્યમૂર્તિ છે. એમાં શાંતિ ભરેલી છે, એની જેને દષ્ટિ નથી તે કર્મફળચતનારૂપ પરિણમે છે.
વળી તે રાજ્યાદિક વિષય સામગ્રીનો ત્યાગ કરે છે. સારાં મિષ્ટાન્ન વગેરેનો પણ ત્યાગ કરે છે, પણ તે તો જેમ કોઈ દાહજ્વરવાળો વાયુ થવાના ભયથી, શીતળ વસ્તુના સેવનનો ત્યાગ કરે છે તેના જેવું થયું, પણ જ્યાં સુધી તેને શીતળ વસ્તુનું સેવન રૂચે છે ત્યાં સુધી તેને દાહનો અભાવ કહેતા નથી. તેવી રીતે રાગસહિત જીવ નરકાદિના ભયથી વિષયસેવનનો ત્યાગ કરે છે; પરંતુ જ્યાં સુધી તેને વિષયસેવન રુચે છે ત્યાં સુધી તેને રાગનો અભાવ કહેતા નથી. અંતરમાં વિષયની પ્રીતિ એને છૂટતી નથી. આત્માના આનંદની રુચિ થાય તો વિષયની રુચિ છૂટયા વિના રહે નહિ.
બહારમાં ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયની મીઠાશ છૂટી નથી, માટે તેને રાગનો અભાવ થયો નથી. જેમ અમૃતના આસ્વાદી દેવને અન્ય ભોજન સ્વયં રુચતાં નથી, તેવી રીતે આત્માના આસ્વાદી જ્ઞાનીને વિષયસેવનની રુચિ થતી નથી. સ્વર્ગના દેવ મિઠાઈ આદિ ભોજન ખાતા નથી તેવી રીતે આત્માના આનંદનો રસ ધર્મીને હોય છે, તેથી તેને ખરેખર વિષયસેવનની રુચિ થતી નથી. એ પ્રમાણે ફળાદિની અપેક્ષાએ પરિષહ સહુનાદિકને તે સુખનાં કારણ જાણે છે તથા વિષય સેવનાદિને દુ:ખના કારણ જાણે છે પણ પરદ્રવ્ય સુખ-દુ:ખનું કારણ નથી. પણ જ્ઞાતાનું શેય છે એમ તે માનતો નથી. વિષયસેવન છોડવાથી દુ:ખ છૂટે છેએમ નથી. દ્રવ્યલિંગી રાજ્યાદિ છોડે છે પણ તેને દુઃખનો અભાવ થતો નથી, કેમકે જ્ઞાયકમૂર્તિ આત્મા પરથી અને રાગથી ભિન્ન અમૃતમય છે એની રુચિ નથી; તેથી કષાયરૂપી દુઃખનો અભાવ તેને થયો નથી.
દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ થાય છે એમ જે માનતો નથી તે જૈન નથી; કેમ કે તેણે સર્વજ્ઞને પણ માન્યા નહિ; પરદ્રવ્યની પર્યાય ફેરવી શકાય નહિ એવી બુદ્ધિ ન થાય ત્યાં સુધી પરની રુચિ છૂટે નહિ. અજ્ઞાની વર્તમાનમાં પરિષહું સહુનાદિથી દુઃખ માને છે તથા વિષયસેવનાદિથી સુખ માને છે અને એના ફળમાં દુઃખ માને છે. વળી પરિષહસહનમાં દુઃખ અને એના ફળમાં સુખ માને છે. તો જેનાથી સુખદુ:ખ માને તેમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિથી રાગદ્વેષરૂપ અભિપ્રાયનો અભાવ થતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com