________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨ ]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૬ રવિવાર. તા. ૫-૪-૫૩ (પૃ. ૨૫૦) કેટલાક જીવો તત્ત્વજ્ઞાન વિના બહારથી આચરણ કરે છે પણ તે આચરણ બધું ખોટું છે, એને કાંઈ લાભ નથી. જ્ઞાનીને મંદકષાયરૂપ આચરણ હોય છે, મુનિને મહાવ્રતાદિ હોય છે એને દેખીને અજ્ઞાની મંદકષાયરૂપ આચરણમાં જ ધર્મ માનીને તેના જેવું આચરણ કરે છે પણ તે મિથ્યા છે, તેનાથી તેને શાંતિ મળતી નથી.
હવે પ્રશ્ન કરે છે કેઃ- પાપક્રિયા કરતાં તો તીવ્રકષાય થાય છે અને શુભક્રિયામાં મંદકષાય થાય છે, માટે જેટલો રાગ ઘટયો એટલું તો ચારિત્ર કહો! અને એ પ્રમાણે તેને સરાગચારિત્ર સંભવે છે.
- તત્ત્વજ્ઞાનપૂર્વક વ્રતાદિને સરાગચારિત્ર કહેવાય છે
સમાધાન - જો તત્ત્વજ્ઞાનપૂર્વક એ પ્રમાણે હોય તો તો જેમ કહે છો એમ જ છે, પણ તત્ત્વજ્ઞાન તો થયું નથી; પરની દયા પાળી શકતો નથી, પરથી હું ભિન્ન છું, રાગ મારો સ્વભાવ નથી એની તો ખબર નથી, તેને ચારિત્ર હોતું નથી. આત્મા શુદ્ધ ચિદાનંદ છે એની ખબર નથી એવા જીવને તત્ત્વજ્ઞાન નથી તેથી પંચમહાવ્રતાદિ મંદકપાયરૂપ આચરણ છે તે ચારિત્ર નથી.
સાત તત્ત્વનું ભાવભાસન થવું તે સમ્યગ્દર્શન છે. રાગ રહિત નિર્વિકલ્પ સાત તત્ત્વના ભાવનું ભાન થવું જોઈએ. મંદકષાયરૂપ શુભ ભાવ છે તે ઝેર છે કેમ કે આત્માના અમૃતમય સ્વાદને તે લૂંટનાર છે. આત્મા સહજાનંદ સ્વરૂપ છે. આનંદથી વિપરીત અવસ્થા ઝેરરૂપ છે એવું ભાન જેને વર્તે છે તેવા જીવને અણુવ્રત-મહાવ્રતાદિનો શુભ ભાવ હોય તેને વ્યવહાર ચારિત્ર કહેવાય છે. સ્વભાવના આશ્રયે રાગ ઘટયો છે એટલું તો ચારિત્ર છે અને જે રાગ રહ્યો છે તે દોષ છે એમ જ્ઞાની જાણે છે.
અજ્ઞાની સાત તત્ત્વના સ્વરૂપને જાણતો નથી, માત્ર સાત તત્ત્વની ધારણા કરે છે, તે પોપટની જેમ મુખપાઠી છે. પોપટ રામ બોલે પણ રામ કોણ છે એની એને ખબર નથી. આત્મામાં રમણ કરે તે રામ છે. જ્ઞાનીને સાત તત્ત્વનું ભાવભાસન છે. સાતે તત્ત્વ ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. જ્ઞાનના બળથી સાત તત્ત્વનો નિર્ણય કર્યો છે. તે સમ્યગ્દર્શન છે. તત્ત્વજ્ઞાન વિના આચરણ કરે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com