________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો નથી, ત્રણલોકના નાથ ભગવાન પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે અને કુદેવાદિ હોય તો તે પણ મારું જ્ઞેય છે. ૫૨ સાથે જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, પણ કર્તા કર્મ સંબંધ નથીએમ જ્ઞાની જાણે છે.
વળી દ્રવ્યલિંગી ઉદાસીન થઈ શાસ્ત્રમાં કહેલા અણુવ્રત મહાવ્રતરૂપ વ્યવહાર ચારિત્રને અંગીકાર કરે છે. એકદેશ અથવા સર્વદેશ હિંસાદિ પાપોને છોડે છે અને તેની જગ્યાએ અહિંસાદિ પુણ્યરૂપ કાર્યોમાં પ્રવર્તે છે. હું ૫૨ની હિંસા કરી શકું છું કે પરની દયા પાળી શકું છું એ માન્યતા જ મિથ્યાત્વ છે. બચાવવાનો ભાવ થયો માટે જીવ બચી ગયો. એમ નથી. આત્માની ઈચ્છાના કારણે પોતાના શરીરની ક્રિયા થતી નથી તો પછી તેના કા૨ણે ૫૨જીવ બચી જાય એમ ત્રણકાળમાં બનતું નથી. શરીરમાં શરીરના કારણે ક્રમબદ્ધ ક્રિયા થાય છે અને જીવ બચવાની ક્રિયા પણ ક્રમબદ્ધ એના કાળે એના કારણે થવાની હતી તે થઈ છે. પરંતુ મારા કારણે એ ક્રિયા થઈ એમ માની અજ્ઞાની અહંબુદ્ધિ કરે છે. તે મિથ્યા માન્યતા છે.
મુનિના શ૨ી૨ના નિમિત્તે કદાચ પગ નીચે કોઈ જીવ મરી જાય પણ મુનિને પ્રમાદ નથી એટલે દોષ લાગતો નથી. શરીરના નિમિત્તે પર જીવ બચે કે મરે એ આત્માના અધિકારની વાત નથી. મોરપીંછી મેં ઊંચી કરી અને એ ક્રિયાથી જીવ બચ્યો એ માન્યતા વિષ્ણુને જગતનો કર્તા માનનારના જેવી છે. મિથ્યાદષ્ટિને ખબર નથી કે હાથના કારણે મોરપીંછી ઊંચી થતી નથી; અને પીંછી ઊંચી થઈ માટે જીવ બચ્યો છે–એમ પણ નથી; હાથની ક્રિયા તથા પીંછીની ક્રિયા પોતે પોતાનાં કારણે થઈ છે છતાં અજ્ઞાની જડની અવસ્થાનું અભિમાન કરે છે.
શ્રી સમયસારમાં પણ એ જ કહ્યું છે કેઃ
ये
तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः । सामान्यजनवतेषां न मोक्षाऽपि मुमुक्षुताम्।। १९९।।
અર્થ:- જે જીવ મિથ્યા અંધકારથી વ્યાસ બની પોતાને પર્યાયાશ્રિત ક્રિયાનો કર્તા માને છે તે જીવ મોક્ષાભિલાષી હોવા છતાં, જેમ અન્યમતી સામાન્ય મનુષ્યનો મોક્ષ થતો નથી તેમ તેનો પણ મોક્ષ થતો નથી, કારણ કે કર્તાપણાની અપેક્ષાએ બન્ને સ૨ખા છે. જગતમાં જે પદાર્થ છે એનો કર્તા કોઈ નથી, અને જે પદાર્થ નથી એનો કર્તા પણ નથી. જે પદાર્થ છે એની પર્યાય નવી થાય છે એનો કર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com