________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૧૯ પૂજા ભણે છે એમાં પણ આવે છે કે – “ર્મ વિવારે વૌન મૂન મેરી વિવાર્ફ' | છતાં એનો વિચાર પણ કરતા નથી. અજ્ઞાનીની ઉદાસીનતામાં એકલો શોક જ હોય છે. એક પદાર્થની પર્યાયમાં બીજી પદાર્થની પર્યાય અકિંચિત્કર છે. તેની એને ખબર નથી. તેથી પરદ્રવ્યની પર્યાયને બૂરી જાણી દ્વષપૂર્વક ઉદાસીનભાવ કરે છે. પણ પરદ્રવ્યના ગુણ-દોષ ન ભાસે એ જ ખરી ઉદાસીનતા છે એટલે કે પરદ્રવ્ય ગુણનું કે દોષનું કારણ છે એમ જ્ઞાની ન માને. પોતાને પોતારૂપ જાણે અને પરને પરરૂપ જાણે તે જ સાચી ઉદાસીનતા છે.
વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૫ શનિવાર, તા. ૪-૪-૫૩ પર ચીજ પરિણામ બગાડવામાં સમર્થ નથી આત્માને કોઈ પરચીજ પરિણામ બગાડવામાં સમર્થ નથી. ભગવાનના કારણે ગુણ થતો નથી. આધાકર્મી આહાર આવ્યો માટે પરિણામ બગડયા-એમ નથી. આત્મા પોતે પરિણામ બગાડે તો તેને નિમિત્ત કહેવાય અને પોતે પરિણામ સુધારે તો ભગવાનને નિમિત્ત કહેવાય. દુશ્મન આવ્યો માટે વૈષ થયો-એમ નથી. શરીરમાં તાવ આવ્યો માટે દુઃખ થયું એમ નથી. એના કારણે આર્તધ્યાન થયું -એમ માનવું તે મિથ્યાત્વ છે. શરીરમાં નીરોગતા હોય તો ધ્યાન કરી શકું, ગિરિગુફામાં ધ્યાન સારું થાય એ માન્યતા જૂઠ છે. એણે પરપદાર્થને ભલો બૂરો માન્યો. આત્માનો અનુભવ કરવો તે ગિરિગુફા છે. પરક્ષેત્ર આત્માને ગુણકર નથી, પદ્રવ્યને કારણે આત્મામાં શાંતિ રહે એમ માનવું તે મૂઢતા છે. અંતર આત્મામાં ડૂબી જવું તે ધ્યાન છે. બહારના કારણે ધ્યાન અને શાંતિ નથી. સોનગઢ ક્ષેત્રના વાતાવરણથી આત્મામાં શાંતિ થાય છે તે વાત પણ ખોટી છે. જ્ઞાની તો તેને જાણે છે પણ એનાથી લાભ-નુકશાન માનતો નથી. પર સાથે મારે કોઈપણ પ્રયોજન નથી. હું તો જ્ઞાયક છું અને પરપદાર્થ તો જ્ઞય છે એમ તે માને છે.
નિર્દોષ આહારપાણી મળવાં કે ન મળવાં તે બધું જ્ઞાતાનું જ્ઞય છે. એમ જ્ઞાની સાક્ષીભૂત રહે છે. પરથી આત્માના પ્રયોજનની સિદ્ધિ નથી. પ્રયોજન તો આત્માથી સિદ્ધ થાય છે. એવી ઉદાસીનતા અજ્ઞાનીને લેતી નથી. જ્ઞાનીને જ હોય છે. માત્ર ઉદાસીન આશ્રમમાં બારથી બેસી જવું તે કંઈ સાચી ઉદાસીનતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com