________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૧૭ રાગ આવતો હોય તો જે દેખે તે બધાને આવવો જોઈએ, પણ એમ બનતું નથી, માટે પરદ્રવ્યને હિતકારી જાણી રાગ કરે છે તે મિથ્યાદષ્ટિ છે. પરદ્રવ્યના ગુણ ને દોષ વિચારીને અજ્ઞાની રાગદ્વપ કરે છે તેથી તેનું બધું આચરણ ખોટું છે.)
અહીં વર્તમાનમાં ભાવલિંગી મુનિ દેખાતા નથી. તો કદાચ કોઈ દેવ મહાવિદેહ ક્ષેત્રમાંથી કોઈ મુનિને લાવીને અહીં મૂકે અને અહીં તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તો એમને દેખીને જ્ઞાનીને પ્રમોદ આવ્યા વિના રહે નહિ; પણ તે પ્રમોદભાવ તે મુનિ-કેવળીને દેખવાથી કે કેવળીના કારણે થયો નથી. પરદ્રવ્યને ઈષ્ટ જાણીને તે શુભભાવ થયો નથી. વળી તો જ્ઞાનનું જ્ઞય છે, તે હિતકારી છે એમ જ્ઞાની માનતો નથી. વળી કોઈ અનિષ્ટ શબ્દો કહું તો કદાચ જ્ઞાનીને ખેદ થાય છે, પણ તે ખેદ શબ્દોના કારણે થયો નથી. અજ્ઞાની પરદ્રવ્યને બૂરું જાણે છે અને તેને છોડવા માગે છે. ખરેખર તો ગાળ અનિષ્ટ નથી. અને ભગવાન ઈષ્ટ નથી. એ વાતની અજ્ઞાનીને ખબર નથી.
આ રીતે અનેક પ્રકારથી અજ્ઞાની કોઈ પરદ્રવ્યોને બૂરા જાણી અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે તથા કોઈ પરદ્રવ્યોને ભલાં જાણી ઈષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે.
(શરીરમાં રોગ આવે માટે આર્તધ્યાન થાય-એમ નથી. શરીર મજબૂત હોય તો ધર્મ થાય-એમ પણ નથી. શરીર ધર્મનું સાધન નથી. આત્મામાં શુભભાવ થાય છે તે પણ ધર્મનું સાધન નથી તો પછી શરીર સાધન થાય એમ કદી બનતું નથી.) શ્રી પ્રવચનસારમાં આવે છે કે-મુનિઓએ શરીરને છોડવું નહિ, અકાળે શરીર છોડવાથી અસંયમી થવાય છે. એનો અર્થ આત્મા શરીર છોડી શકે છે એમ નથી. પણ ત્યાં રાગ અને વીતરાગભાવનો વિવેક કરાવવા નિમિત્તથી કથન કરે છે.
પરદ્રવ્ય કોઈ ભલાં-બૂરાં છે જ નહિ, છતાં માનવાં તે મિથ્થાબુદ્ધિ છે પ્રશ્ન- સમ્યગ્દષ્ટિ પણ પરદ્રવ્યોને બૂરા જાણી ત્યાગ કરે છે.
ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિ પરદ્રવ્યોને બૂરાં જાણતો નથી પણ પોતાના રાગભાવને બૂરો જાણે છે. પોતે સરાગભાવને છોડે છે તેથી તેના કારણનો પણ ત્યાગ થાય છે. વસ્તુ વિચારતાં કોઈ પરદ્રવ્ય તો ભલાં-બૂરાં છે જ નહિ. પરદ્રવ્ય આત્માનું એકરૂપ
ય છે. એકરૂપમાં અનેકરૂપ કલ્પના કરીને એક દ્રવ્યને ઈષ્ટ અને બીજા દ્રવ્યને અનિષ્ટ માનવું તે મિથ્યાબુદ્ધિ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com