________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૪ શુક્રવાર, તા. ૩-૪-૫૩ પરદ્રવ્યને ઈષ્ટ-અનિષ્ટ જાણી ગ્રહણ-ત્યાગ કરવો
તે બુદ્ધિ મિથ્યા છે વળી વિષયસુખાદિનું ફળ નરકાદિક છે એમ જાણીને પરદ્રવ્યને બૂરુ માને છે; પણ આત્મામાં વિષયકષાયના પરિણામ થાય છે તે દુઃખ છે તેને જાણતો નથી. વળી નરકમાં દુઃખ છે એમ માને છે પણ નરકક્ષેત્રમાં દુઃખ નથી, કેમ કે કેવળ મુદ્દઘાત વખતે કેવળી ભગવાનના આત્માના પ્રદેશ સાતમી નરકના ક્ષેત્રમાં પણ જાય છે, છતાં તે વખતે અનંત ચતુષ્ટયના કારણે તેમને અનંત સુખ હોય છે. માટે ક્ષેત્રનું દુ:ખ આત્માને નથી. અજ્ઞાની પરદ્રવ્યને ખરાબ જાણીને દ્વેષ કરે છે. શરીર અશુચિય અને વિનાશિક છે. એમ શરીરનો દોષ કાઢે છે. શરીર તો જ્ઞાનનું
ય છે, તે દુઃખનું કારણ નથી. જ્ઞાની અશુચિભાવના ભાવે છે તે શરીરનો જ્ઞાતા રહીને ભાવે છે. મિથ્યાદષ્ટિ શરીરને અનિષ્ટ જાણી દ્રષબુદ્ધિ કરે છે, એટલો ફેર છે.
અજ્ઞાની માને છે કે શરીરમાંથી કસ કાઢી લેવો. શરીરને પોષવું જોઈએ નહિ, શરીરને ઝીર્ણ કરીને, સંથારો કરીને ફેંકી દેવું જોઈએ, એને શરીર ઉપર દ્વષબુદ્ધિ છે. કુટુંબાદિ સ્વાર્થના સગાં છે એમ માની પરદ્રવ્યનો દોષ કાઢે છે અને એનો ત્યાગ કરે છે; પણ આત્મામાં રાગદ્વેષ થાય છે એનો ત્યાગ કરતો નથી. કંચન, કામિની કુટુંબને છોડો તો ધર્મનો લાભ થશે એમ તે માને છે. વળી વ્રતાદિનું ફળ સ્વર્ગમોક્ષ છે, અત્યારે વ્રત પાળો તો સ્વર્ગમાં જશો અને ત્યાંથી ભગવાન પાસે જવાશે એટલે ત્યાં ધર્મ પામશું-એ બધી મિથ્યાબુદ્ધિ છે. તપશ્ચરણાદિ પવિત્ર ફળના આપનાર છે, એ વડે શરીર શોષવા યોગ્ય છે. એમ માને છે.
(વળી દેવ-ગુરુ-શાસ્ત્રાદિ હિતકારી છે ઈત્યાદિ પરદ્રવ્યોનો ગુણ વિચારી તેને જ અંગીકાર કરે છે. પણ સ્વ આત્મદ્રવ્ય હિતકારી છે એની તેને ખબર નથી. પદ્રવ્ય હિતકારી કે અહિતકારી છે જ નહિ. શુદ્ધ ઉપાદાન શક્તિ અંતરમાં પડી છે તેનો આશ્રય કરવો તે હિતકારી છે. આત્માની પર્યાયમાં શુભરાગ થાય છે ત્યારે નિમિત્તનો દેવ-ગુરુ-શાસ્ત્રનો આદર આવ્યા વિના રહેતો નથી, પણ તે પોતાની કમજોરીથી આવ્યો છે, પરદ્રવ્યના કારણે રાગ આવ્યો નથી. ભગવાનને દેખીને પ્રમોદ ભાવ આવે છે તે ભગવાનના કારણે આવ્યો નથી. એને દેખીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com