________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯) દ્રવ્યલિંગીના ધર્મસાધનમાં અન્યથાપણું પ્રથમ તો તે સંસારમાં નરકાદિકનાં દુ:ખ જાણી તથા સ્વર્ગાદિમાં પણ જન્મમરણાદિનાં દુઃખ જાણી સંસારથી ઉદાસ થઈ તે મોક્ષને ઈચ્છે છે. હવે એ દુઃખ તો બધાય જાણે છે. પણ ઇન્દ્ર, અહમિંદ્રાદિ વિષયાનુરાગથી ઇન્દ્રિયજનિત સુખ ભોગવે છે, તેને પણ દુ:ખ જાણી, નિરાકુળ સુખ અવસ્થાને ઓળખી, જે મોક્ષ જાણે છે તે સમ્યગ્દષ્ટિ જાણવો. જન્મ-મરણનું દુઃખ નથી, સંયોગનું દુઃખ નથી પણ દુઃખ તો આકુળતાથી છે. અજ્ઞાનીની દષ્ટિ સંયોગ ઉપર છે. પ્રતિકૂળ ક્ષેત્રનો સંયોગ દુઃખ નથી, માટે જન્મ-મરણનું દુ:ખ માનવું તે મિથ્યાત્વ છે. એને આત્મામાં આકુળતા તે દુ:ખ અને નિરાકુળતા તે સુખ છે, એની ખબર નથી.
આત્મા જન્મતો નથી અને મરતો નથી. પર્યાયમાં સુખ-દુઃખ થાય છે. સ્વર્ગના સુખની ઇચ્છાથી અને નરકાદિના સંયોગોને દુઃખ જાણીને સાધન કરે તો તે સ્કૂલ મિથ્યાષ્ટિ છે. એ રીતે ઉદાસ થાય છે; પરંતુ સ્વર્ગમાં પણ ઇદ્રિયજનિત વિષયભોગ છે તે પણ દુઃખરૂપ છે. એમ જાણવું જોઈએ. પોતાની પર્યાયમાં તીર્થંકરનામકર્મ જે ભાવ વડે બંધાય તેવો ભાવ પણ આકુળતા છે. પંચમહાવ્રતના પરિણામ આકુળતા છે. આત્મામાં સુખ છે એમ જાણી, નિરાકુળતાના પરિણામ થાય તે મોક્ષનું કારણ છે. એમ માને તે સમ્યગ્દષ્ટિ છે.
સોળકારણભાવના ભાવીએ તો તીર્થંકરપ્રકૃતિ બંધાશે એમ નથી. જે જીવની પર્યાયોની યોગ્યતા જ એ પ્રકારની હોય છે તેને જ પ્રકારની સહજ ભાવના હોય છે, બીજાને હોતી નથી. સમ્યગ્દષ્ટિ ઈન્દ્રિયજનિત સુખને આકુળતારૂપ દુઃખ જાણે છે. શુભ અને અશુભ લાગણીનું પોતામાં ઉત્થાન થયું તે જ આકુળતા અને દુ:ખ છે. તે સુખ-દુઃખના તાત્ત્વિક સ્વરૂપની અજ્ઞાનીને ખબર નથી; તેથી તે બહાર સંયોગમાં સુખ-દુઃખ માની, બાહ્યથી ઉદાસીન થાય છે-તે મિથ્યાદષ્ટિ છે એમ જાણવું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com