________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૨૧૩
દ્રવ્યલિંગીનું મિથ્યાપણું સમ્યગ્દષ્ટિ જાણી શકે છે
દ્રવ્યલિંગીનું મિથ્યાપણું સમ્યગ્દષ્ટિને ભાસે છે. તેને સૂક્ષ્મ મિથ્યાત્વ હોય છે એની પણ ખબર પડે છે. સામો જીવ મિથ્યાદષ્ટિ છે કે સમ્યગ્દષ્ટિ છે એની ખબર ન પડે–એમ નથી. દ્રવ્યલિંગીને સ્થૂલ અન્યથાપણું નથી, સૂક્ષ્મ છે. તેને સમ્યગ્દષ્ટિ જાણી લે છે. આત્મા અંતર્મુખ થઈને સાધન કરે તો સાધ્ય એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. એની મિથ્યાદષ્ટિને ખબર નથી. તત્ત્વજ્ઞાનીને તેની પ્રરૂપણા ઉ૫૨થી ખબર પડી જાય. આગમ પ્રમાણે બહારમાં આચરણ હોય, વ્યવહાર બરાબર પાળે, સ્થૂલ પ્રરૂપણામાં પણ અન્યથાપણું ન હોય, છતાં અંતરંગમાં સૂક્ષ્મ મિથ્યાત્વ છે. તેને જ્ઞાની જાણે છે; પણ બહારમાં કહે નહિ, કેમ કે સંઘમાં વિરોધ થાય. લોકો બહા૨થી પરીક્ષા કરે છે એટલે સ્થૂલ મિથ્યાત્વ હોય તો બહારમાં કહે પણ સૂક્ષ્મ મિથ્યાત્વ લોકો પકડી શકે નહિ એટલે બહારમાં જ્ઞાની કહે નહિ. લોકો પકડી શકે નહિ એટલે વિરોધ થાય. સ્થૂલ પ્રરૂપણા કરે કે વ્યવહાર હોય તો નિશ્ચય થાય, નિમિત્તના કારણે ઉપાદાનમાં કામ થાય તો જ્ઞાની કહે કે આ મિથ્યાદષ્ટિ છે. પણ બહારમાં વ્યવહાર ચોખ્ખો હોય અને મિથ્યાદષ્ટિ હોય તો જ્ઞાની પોતે જાણે પણ બહારમાં કહે નહિ.
અજ્ઞાની મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગ ધારણ કરે, મંદ કષાય કરે, પણ ઉંડાણમાં અંતરંગમાં વ્યવહારનો પક્ષ એને છૂટતો નથી. હવે એવા દ્રવ્યલિંગી ધર્મસાધન કરે છે તે કેવા છે? તથા તેમાં અન્યથાપણું કેવી રીતે છે તે કહે છે. દ્રવ્યલિંગીને નિશ્ચયનો પક્ષ એક ક્ષણમાત્ર કદી આવ્યો નથી. અને વ્યવહા૨નો પક્ષ કદી છૂટયો નથી. જુઓ, આ સમજવા જેવું છે. લોકો સમજતા નથી અને કહે છે કે વ્યવહાર નહિ કરો તો ધર્મનો લોપ થઈ જશે, પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી. અશુભ પરિણામ ન હોય ત્યારે દયા, દાન, ભક્તિ, જાત્રા આદિનો શુભભાવ હોય છે, પણ તે સમ્યગ્દર્શનનું કારણ નથી. જ્યારે જ્ઞાયક આત્માની રુચિ-દષ્ટિ થશે ત્યારે સમ્યગ્દર્શન થશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
–
જાતિસ્મરણજ્ઞાન
જાતિસ્મરણ જ્ઞાનની એવી તાકાત છે કે-પૂર્વે આ જીવ સાથે અમારે સંબંધ હતો–એમ જાણી લે. પૂર્વનું શરીર વર્તમાનમાં નથી, તેમ જ આત્માને પણ સાક્ષાત્ જાણતો નથી, છતાં વર્તમાન જાતિસ્મરણ જ્ઞાનની એવી જ તાકાત