________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૧૧ પાળવું જોઈએ, એવો કંટાળો લાવે તે સત્ય આચરણ નથી. તત્ત્વજ્ઞાન કરો, જગતની પરવા છોડો. આ વાત કદી સાંભળી નથી. માટે પહેલાં અભ્યાસ કરો
જાત્રા કરવા જાય ને પહાડ ઉપર ચડે અને નીચે ઉતરે ત્યારે ભૂખ તરસ લાગી હોય તે વખતે ધર્મશાળાના મુનીમ ઉપર કષાય કરે, ઝગડા કરે, તે કાંઈ જાત્રા નથી. શાંતિથી તત્ત્વજ્ઞાનપૂર્વક આકુળતા ઘટે એવું આચરણ હોવું જોઈએ. મુનિપણું, શ્રાવકપણું લે, શરીરને ઝીર્ણ કરે, પણ મિથ્યાત્વને ઝીર્ણ કરતો નથી. પહેલાં યથાર્થ સમજણ કરવામાં ભલે ઘણો કાળ જાય, પણ એ સિવાય બીજા ઉપાયો કરે તેથી આત્માનું કલ્યાણ થતું નથી.
મિથ્યાદષ્ટિ વ્રતાદિ પાળે છે પણ સાક્ષાત્ મોક્ષસ્વરૂપ સર્વ રોગરહિતપદ આપો આપ અનુભવમાં આવે, એવો જ્ઞાનસ્વભાવ તે તો જ્ઞાનગુણ વિના અન્ય કોઈ પણ પ્રકારથી પામવાને સમર્થ નથી. વ્યવહાર, રાગ, ચિત્ત-મનના આશ્રયે તે પ્રાપ્ત થાય-એમ નથી. આત્માની જ્ઞાનક્રિયા સિવાય બીજી કોઈ ક્રિયાથી મોક્ષ થતો નથી. જ્ઞાનક્રિયામાં દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે. આત્મા જ્ઞાનસ્વભાવી છે. સર્વજ્ઞ પૂર્ણસ્વભાવી વ્યક્તિ છે. એ સિવાય બીજી કોઈ ચીજ રાગ, નિમિત્ત આદિ આત્મામાં નથી–એવું તત્ત્વજ્ઞાન વિના બીજી કોઈ પણ ક્રિયાથી મોક્ષ થતો નથી. મોક્ષમાર્ગની વિધિ જાણે નહિ અને ક્રિયા કરવા મંડી જાય તો કાંઈ મોક્ષમાર્ગ ન થાય જેમ હલવો-શીરો કરવાની વિધિ જાણે નહિ અને હલવો બનાવવા બેસી જાય તો હલવો થાય નહિ, પણ લોપરી થાય. એમ પ્રથમ મોક્ષમાર્ગની વિધિ જાણે નહિ અને ક્રિયા કરવા મંડી જાય તો મોક્ષમાર્ગરૂપી હલવો થશે નહિ. પણ મિથ્યાત્વરૂપ લોપરી થશે અને ચાર ગતિમાં રખડવાનું સાધન થશે; માટે પ્રથમ તત્ત્વજ્ઞાન કરવું જોઈએ.
વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૩ ગુરુવાર, તા. ૨-૪-૫૩ તેર પ્રકારનું ચારિત્ર મંદ કષાય છે, ધર્મ નથી અંતર્મુખ દષ્ટિ કર્યા વિના અન્ય કોઈ પ્રકારે આત્માનો અનુભવ થતો નથી. કોડો ઉપવાસ કરે, ત્યાગ કરે, બ્રહ્મચર્ય પાળે પણ એથી ધર્મ થતો નથી અને ભવનો અંત આવતો નથી. શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૭ર માં વ્યવહારાભાસીનું કથન ભગવાન અમૃતચંદ્રાચાર્યે કર્યું છે. તેમાં કહ્યું છે કે તેર પ્રકારનું ચારિત્ર પાળતો હોવા છતાં પણ તેનો મોક્ષમાર્ગમાં નિષેધ કર્યો છે. બેતાલીસ છેતાલીસ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com