________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકારસાતમો]
[ ૨૨૧ બીજો કોઈ પણ પદાર્થ નથી. બીજો પદાર્થ એનો કર્તા હોય તો તે પદાર્થની અતિ રહેતી નથી. માટે જે કોઈ શરીરાદિ પર દ્રવ્યનો કર્તા થાય છે તે જગત્કર્તા ઈશ્વરની માન્યતાવાળા જેવો થયો. મુનિ કે શ્રાવક નામ ધરાવીને માને કે મારી ઈચ્છાથી હાથ ચાલ્યો તો અન્યમતીની જેમ તેનો પણ મોક્ષ થતો નથી.
કોઈ પરદ્રવ્યની પર્યાયનો હું કર્તા નથી. એના કારણે સ્વતંત્રપણે ક્રમબદ્ધ સર્વ પદાર્થની ક્રિયા થાય છે એમ માને તો સમ્યફ નિયતવાદ થાય અને આત્મામાં સમ્યગ્દર્શન થાય. એ સાર છે, પણ અજ્ઞાની બાહ્ય ક્રિયામાં મગ્ન છે, તે પરમાં અહંબુદ્ધિ કરે છે. પોતે શ્રાવકધર્મ અથવા મુનિધર્મની ક્રિયામાં નિરંતર મન-વચન-કાયાની પ્રવૃત્તિ રાખે છે. જેમ તે ક્રિયામાં ભંગ ન થાય તેમ પ્રવર્તે છે, પણ એવા ભાવ તો સરાગ છે અને ચારિત્ર તો વીતરાગ ભાવરૂપ છે. માટે એવા સાધનને મોક્ષમાર્ગ માનવો તે મિથ્થાબુદ્ધિ છે.
મહાવ્રતાદિ પ્રશસ્તરાગ ચારિત્ર નથી પણ ચારિત્રમાં દોષ છે
પ્રશ્ન- ત્યારે સરાગ અને વીતરાગ ભેદથી બે પ્રકારે ચારિત્ર કહ્યું છે તે કેવી રીતે છે?
ઉત્તર:- જેમ ચાવલ બે પ્રકારે છે. એક તો ફોતરાં સહિત અને બીજા ફોતરાં રહિત છે. હવે ત્યાં એમ જાણવું કે ફોતરા છે તે ચાવલનું સ્વરૂપ નથી. પણ ચાવલમાં દોષ છે. હવે કોઈ ડાહ્યો માણસ ફોતરા સહિત ચાવલનો સંગ્રહ કરતો હતો, તેને જોઈને કોઈ ભોળો મનુષ્ય ફોતરાને જ ચાવલ માની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદખિન્ન જ થાય તેમ ચારિત્ર બે પ્રકારથી છે. એક તો સરાગ છે તથા એક વીતરાગ છે. ત્યાં એમ સમજવું કે રાગ છે તે ચારિત્રનું સ્વરૂપ નથી, પણ ચારિત્રમાં દોષ છે. પંચમહાવ્રત ચારિત્ર નથી. બહારથી નગ્ન દશા તે ચારિત્ર નથી. અજ્ઞાની લંગોટી છોડીને છઠું ગુણસ્થાન થયું માને છે. પણ એમ નથી. આત્માનું ચારિત્ર પરમાં તો હોય નહિ પણ નગ્નદશાનો વિકલ્પ પણ ચારિત્ર નથી, તે તો ચારિત્રમાં દોષ છે. હવે કોઈ જ્ઞાની પ્રશસ્તરાગરહિત ચારિત્ર ધારે છે. તેને દેખી કોઈ અજ્ઞાની પ્રશસ્તરાગને જ ચારિત્ર માની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદખિન્ન જ થાય. દેખાદેખીથી વ્રત લઈ લે તો તે કાંઈ ચારિત્ર નથી. જ્ઞાની તો જેટલો વીતરાગભાવ થયો છે એને જ ચારિત્ર માને છે. અજ્ઞાની વ્રતને ચારિત્ર માને છે પણ તે ખરેખર ચારિત્ર નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com