________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો કરતા નથી. વળી કેટલાક જીવ એવા છે કે પૂર્વે વર્ણન કર્યું છે તે પ્રકારે સમ્યગ્દર્શનશાનનું અયથાર્થ સાધન કરી વ્રતાદિમાં પ્રવર્તે છે. જો કે તેઓ વ્રતાદિ બાહ્ય દોષ રહિત બરાબર પાળે છે, પણ યથાર્થ શ્રદ્ધાન-જ્ઞાન વિના તેમનું સર્વ આચરણ મિથ્યાચારિત્ર જ છે.
શ્રી સમયસારના ૧૪૨માં કળશમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદવ માર્ગને સ્પષ્ટ પ્રકાશે છે.
(સાર્દૂલવિક્રીડિત) क्तिश्यन्तां स्वयमेव दुष्करतरंमोक्षोन्मुखंः कर्मभिः क्तिश्यन्ता च परे महाव्रतततपोभारेण भग्नश्चिरम् । साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमान स्वयं
ज्ञानं ज्ञानगुणं विना कथमाय प्राप्तुं क्षमन्ते न हि ।। અર્થ - કોઈ મોક્ષથી પરાડમુખ એવા અતિ દુરસ્ત પંચાગ્નિ તપનાદિ કાર્ય વડે પોતે જ કલેશ કરે છે તો કરો, તથા અન્ય કોઈ જીવ મહાવ્રત અને તપના ભારથી ઘણાકાળ સુધી ક્ષીણ થતા કલેશ કરે છે તો કરો, પરંતુ આ સાક્ષાત્ મોક્ષસ્વરૂપ સર્વરોગરહિતપદ આપોઆપ અનુભવમાં આવે એવો જ્ઞાનસ્વભાવ, તે તો જ્ઞાનગુણ વિના અન્ય કોઈ પણ પ્રકારથી પામવાને સમર્થ નથી.
ચારિત્ર આનંદદાયક છે તેને કષ્ટદાયક માનવું તે મિથ્યાત્વ છે
જેને આત્માનું ભાન નથી તેને વ્રતાદિ ભારરૂપ છે. સંસાર એક સમયનો પર્યાય છે પણ તે મારા સ્વભાવમાં નથી, એનું ભાન નથી તેને પ્રતાદિ તો બોજારૂપ છે. ચારિત્ર તો આનંદ સ્વરૂપ છે, કષ્ટરૂપ નથી. તત્ત્વજ્ઞાન વિના જે આચરણ છે તે કષ્ટરૂપ લાગે છે. ચારિત્ર તો સંવર છે, દુઃખના પર્યાયનો નાશ કરવાવાળું છે. એને કષ્ટદાયક માનવું તે મિથ્યાત્વ છે. ધર્મ કષ્ટદાયક હોય જ નહિ. ધર્મી આત્માને આનંદ હોય છે. પરિષહું હોય તો પણ તેનો ખ્યાલ ન હોય. સુકૌશલમુનિને વાવણ ખાય છે. તે વખતે આનંદ છે. ગજકુમારમુનિને પણ આનંદ છે. અવિકારી આનંદકંદ પરિણામ તે ચારિત્ર છે, એની જેને ખબર નથી, તેને સંવરતત્ત્વની ભૂલ છે. વિપરીત અભિનિવેશ છે. મહાવ્રત લીધું એટલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com