________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૦૮]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ભગવાનનાં માર્ગમાં પ્રતિજ્ઞા ન લે તો દંડ નથી, પણ પ્રતિજ્ઞા લઈને ભંગ કરવો તે તો મહાપાપ છે. વસ્તુનું સ્વરૂપ શું છે? એ વાત જાણવી જોઈએ. આ શાસ્ત્ર મોક્ષમાર્ગપ્રકાશક છે, અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. રાગ-વિકાર કે જડની ક્રિયા મોક્ષમાર્ગ નથી. અહીં તો કહે છે કે કોઈ જીવ ૨૮ મૂળગુણ બરાબર પાળે, મન-વચનાદિ ગુતિ પાળે, ઉદિષ્ટ આહાર લે નહિ. માસમાસના ઉપવાસ કરે, તપ કરે, વ્યવહારક્રિયામાં દોષ બિલકુલ ન કરે-એવું આચરણ કરે છે અને તે પ્રમાણે કષાયની મંદતા પણ તેને હોય છે; એ ક્રિયાઓમાં તેને માયા અને લોભના પરિણામ નથી પણ એને ધર્મ જાણી મોક્ષ અર્થે તેનું સાધન કરે છે. તે સ્વર્ગાદિ ભોગોની ઇચ્છા રાખતો નથી. પરંતુ પ્રથમ તત્ત્વજ્ઞાન ન થયેલું હોવાથી પોતે તો જાણે છે કે-હું મોક્ષ અર્થે સાધન કરું છું પણ મોક્ષનું સાધન જે છે તેને તે જાણતો પણ નથી, કેવળ સ્વર્ગાદિનું જ સાધન કરે છે. તે મિથ્યાદષ્ટિ વ્યવહારાભાસી છે. તત્ત્વજ્ઞાનપૂર્વક આચરણ નથી માટે સાચું ચારિત્ર નથી. સમયસારમાં પણ કહેલ છે કે તત્ત્વજ્ઞાનપૂર્વક આધાકર્મી આહાર લેતો નથી તે યથાર્થ આચરણ છે. વીતરાગની આજ્ઞા જેવી વ્યવહારમાં છે એવું આચરણ કરે છે, પણ મિથ્યાદષ્ટિ અને ધર્મનું સાધન માને છે, તેથી તે આચરણ મિથ્યાચારિત્ર છે. વ્યવહાર કરતાં કરતાં ધર્મનું સાધન થઈ જશે એ માન્યતા મિથ્યા છે. પ્રથમ અંતર સાધન પ્રગટ કર્યા વિના મંદકષાયને વ્યવહારથી પણ સાધન કહેવાતું નથી. ત્રણે કાળે એક આત્મસાધનથી જ મોક્ષમાર્ગ થાય છે. હલકો કાળ છે માટે શુભભાવરૂપી સાધનથી મોક્ષમાર્ગ થાય એમ નથી. સુખડી ત્રણે કાળે સાકર, ઘી, લોટની થાય છે. ચોથે કાળે તે ચીજ હોય અને પંચમકાળે બીજી ચીજ સુખડી માટે હોય નહિ-એમ ત્રણેકાળે મોક્ષનું એક જ સાધન હોય છે. મિથ્યાદષ્ટિ ભગવાનની આજ્ઞાનો લોપ કરે છે. કોઈ સાકરને અમૃત જાણી ભક્ષણ કરે પણ તેથી અમૃતનો ગુણ તો ન થાય; કારણ પોતાની પ્રતીતિ અનુસાર ફળ થાય નહિ; પણ જેવું સાધન કરે તેવું જ ફળ લાગે છે. પુણને ધર્મ માને તેથી કાંઈ ધર્મ થાય નહિ. આકડાના ફળને કેરી માને તો આકફળ કેરી થાય નહિ. માટે પ્રતીતિ અનુસાર ફળ થાય નહિ, પણ જેવું વસ્તુનું સ્વરૂપ છે એવી પ્રતીતિ કરે તો યથાર્થ ફળ થાય છે. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે
તત્ત્વજ્ઞાનપૂર્વક આચરણ તે સમ્યક્રચારિત્ર છે ચારિત્રમાં જે સચવ પદ છે તે અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com