________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વળી સર્વ પ્રકારથી ધર્મના સ્વરૂપને નહિ જાણતાં એવા કેટલાક જીવો કોઈ ધર્મના અંગને મુખ્ય કરી અન્ય ધર્મોને ગૌણ કરે છે. જેમ કોઈ જીવ દયા ધર્મને મુખ્ય કરી પૂજા-પ્રભાવનાદિ કાર્યોને ઉથાપે છે. તે વ્યવહાર ધર્મને પણ સમજતા નથી. જ્ઞાનીને પૂજા, પ્રભાવના આદિનો ભાવ આવ્યા વિના રહે નહિ. પરજીવની હિંસા, અહિંસા કોઈ કરી શકતું નથી, પણ ભાવની વાત છે, પૂજા-પ્રભાવનામાં શુભભાવ થાય છે એને ઉથાપાય નહિ છતાં એ ભાવને ધર્મ સમજવો નહિ. કોઈ પૂજા-પ્રભાવનાદિ ધર્મને (શુભભાવને) મુખ્ય કરી હિંસાદિનો પણ ભય રાખતા નથી. રાત્રે પૂજા કરવી ન જોઈએ. પ્રતિમા ઉપર દૂધ, દહીં આદિથી અભિષેક કરવો ન જોઈએ. શુદ્ધ જળથી અભિષેક હોવો જોઈએ. તેની જેને ખબર નથી તે પણ ધર્મના અંગને જાણતો નથી.
આ વાત ન્યાયથી સમજવી જોઈએ. ભલે મિથ્યાષ્ટિ હોય પણ સત્ય વાત આવે તો પહેલાં સ્વીકારવી જોઈએ. અજ્ઞાની કોઈ તપની મુખ્યતા કરી આર્તધ્યાનાદિ કરીને પણ ઉપવાસાદિક કરે છે. અથવા પોતાને તપસ્વી માની નિઃશંકપણે ક્રોધાદિ કરે છે. ઉપવાસ કરીને સૂવે, આર્તધ્યાન કરીને દિવસ પૂરો કરે છે. તત્ત્વજ્ઞાન વિના સાચો તપ હોતો નથી. જ્ઞાની તો શાંત હોય છે. આત્માની શાંતિ શોભે-ઓપે તેનું નામ તપસ્વી છે. તેને બદલે તપસ્વી નામ ધરાવે અને ઉગ્ર પ્રકૃતિ રાખે તો તે યથાર્થ નથી. વરસીતપ કરે અને ઉપવાસના પારણે બરાબર સગવડ ન સચવાય તો કષાય કરે, આ તપ કહેવાય નહિ.
વળી કોઈ દાનની મુખ્યતા કરી ઘણાં પાપ કરીને પણ ધન ઉપજાવી દાન આપે છે. પહેલાં પાપ કરીને પૈસો ભેગો કરવો અને પછી દાન કરવું તે ન્યાય નથી. પહેલાં લક્ષ્મીની મમતા કરું અને પછી મમતા ઘટાડીશ તો તે યોગ્ય નથી. પરોપકારના નામે પણ પાપ કરે છે. કોઈ આરંભત્યાગની મુખ્યતા કરી યાચના કરવા લાગી જાય છે. રાંધવામાં પાપ જાણી ભીખારીની જેમ માગવા જાય તો તે યોગ્ય નથી. તથા કોઈ જીવ અહિંસાને મુખ્ય કરીને જળ વડે સ્નાન શૌચાદિ પણ કરતા નથી. વળી કોઈ લૌકિક કાર્ય આવતાં ધર્મ છોડી દે છે અથવા તેના આશ્રયે પાપ પણ આચરે છે.
ધર્મની પ્રભાવના અર્થે મોટા મહોત્સવ થતા હોય ત્યારે જ્ઞાની શિથિલતા રાખે નહિ. લૌકિક કાર્ય છોડીને ત્યાં ગયા વિના રહે નહિ. પંચાધ્યાયી ગાથા ૭૩૯ માં કહેલ છે કે નિત્યનૈમિત્તિકરૂપથી થવાવાળા જિનબિંબ મહોત્સવમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com