________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૨૦૫ વીર સં. ૨૪૭૯ ચૈત્રવદ ૧ મંગળવાર તા. ૩૧-૩-૫૩ આ વ્યવહારાભાસી મિથ્યાષ્ટિનો અધિકાર ચાલે છે. તત્ત્વજ્ઞાન વિના યથાર્થ આચરણ હોતું નથી. તે જીવ કોઈ ક્રિયા અતિ નીચી કરે છે તેથી લોકનિંઘ થાય છે, તથા ધર્મની હાંસી કરાવે છે. જેમ કોઈ પુરુષ એક વસ્ત્ર તો અતિ ઉત્તમ તથા એક વસ્ત્ર અતિ હીન પહેરે તો તે હાસ્યપાત્ર જ થાય તેમ આ પણ હાંસી જ પામે છે. વ્યવહારાભાસી જીવની ક્રિયા હાંસીપાત્ર હોય છે, કેમ કે કોઈ વખત ઊંચી ક્રિયા કરે છે ને કોઈ વખત પાછી નીચી ક્રિયા કરવા લાગી જાય છે; તેથી લોકનિંઘ થાય છે. માટે સાચા ધર્મની તો આ આમ્નાય છે કે જેટલા પોતાના રાગાદિક દૂર થયા હોય તે અનુસાર જે પદમાં જે ધર્મક્રિયા સંભવે તે બધી અંગીકાર કરે.
ચોથે તથા પાંચમે ગુણસ્થાને જે પ્રકારની ક્રિયા સંભવે તે પ્રમાણે જ્ઞાની પ્રવર્તે છે.
પરંતુ ઉચ્ચપદ ધરાવી નીચી ક્રિયા ન કરે. સમ્યગ્દષ્ટિની ભૂમિકામાં માંસ આદિનો આહાર હોય નહિ. સમ્યગ્દષ્ટિને કદાચ લડાઈના પરિણામ હોય પણ અભક્ષ્ય આહાર સમ્યગ્દષ્ટિને હોય નહિ. આસક્તિ હજુ છૂટી નથી એટલે સ્ત્રીસેવનાદિ હોય છે. પાંચમા ગુણસ્થાને એની ભૂમિકા પ્રમાણે ત્યાગ હોય છે. પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં કહ્યું છે કે જેને દારૂમાંસનો ત્યાગ ન હોય તે ઉપદેશ સાંભળવાને પાત્ર નથી.
પ્રશ્ન- સ્ત્રી સેવનાદિકનો ત્યાગ ઉપરની પ્રતિમામાં કહ્યો છે તો નીચલી અવસ્થાવાળો તેનો ત્યાગ કરે કે ન કરે ?
ઉત્તર:- નીચલી અવસ્થાવાળો તેનો સર્વથા ત્યાગ કરી શકતો નથી, કોઈ દોષ લાગે છે. તેથી ઉપરની પ્રતિમામાં તેનો ત્યાગ હોય છે; પણ નીચલી અવસ્થામાં જે પ્રકારથી ત્યાગ સંભવે તેનો ત્યાગ નીચલી અવસ્થામાં પણ કરે. પરંતુ જે નીચલી અવસ્થામાં જે કાર્ય સંભવે નહિ તેવો ત્યાગ કરવો તો કપાયભાવોથી જ થાય છે. જેમ કોઈ સાત વ્યસન તો સેવે અને સ્વસ્ત્રીનો ત્યાગ કરે એ કેમ બને? જો કે સ્ત્રીનો ત્યાગ કરવો એ ધર્મ છે તોપણ પહેલાં સાત વ્યસનનો ત્યાગ થાય ત્યારે જ સ્વસ્ત્રીનો ત્યાગ કરવો યોગ્ય છે. ચોથા ગુણસ્થાનવાળો પ્રતિમાની પ્રતિજ્ઞા કરે નહિ, કેમ કે અંતર વાસના હજુ સહજ છૂટી નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com