________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૨૧૨ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો દોષરહિત આહાર લે, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિરૂપ ચારિત્ર પાળે તે કષાયની મંદતા છે. એને તે ધર્મ માને છે. તેથી તે મિથ્યાદષ્ટિ છે. એને મોક્ષમાર્ગ નથી. વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય જ્યાં કહેલ છે ત્યાં નિશ્ચય સાધનથી નિશ્ચય સાધ્યદશા પ્રગટ કરે તો વ્યવહારને ઉપચારથી સાધન કહેલ છે.
શ્રી સમયસાર નાટકમાં કહ્યું છે કે-જેટલું વ્યવહાર સાધન કહેલ છે તે સાધક નથી પણ તે બધું બાધક છે. શ્રી પ્રવચનસારમાં પણ આત્મજ્ઞાનશૂન્ય સંયમભાવ અકાર્યકારી કહેલ છે. આત્મજ્ઞાનશૂન્ય પંચમહાવ્રતાદિ નિરર્થક છે, આત્માના કલ્યાણમાં નિમિત્ત પણ કહેલ નથી. આ ચોથા ગુણસ્થાનની વાત છે. સમ્યગ્દર્શન કેમ થાય ? એની વાત છે. આત્મામાં સમ્યગ્દર્શનરૂપી નિર્વિકલ્પ વીતરાગભાવ કેમ પ્રગટ થાય તે કહે છે. (એક સમયમાં હું આત્મા જ્ઞાયક છું એને લક્ષમાં લીધો એટલે રાગ, નિમિત્ત હું નહિ. એવું ભાન થયું તે સમ્યગ્દર્શન ધર્મ છે. વિવેકપૂર્વક પરીક્ષા કરીને વિચાર કરવો તે પોતાનું કામ છે. આત્મા જ્ઞાયકસ્વરૂપ છે. રાગવિકાર છે. નિમિત્ત પર છે-એમ ભેદજ્ઞાન કરવું જોઈએ. યુક્તિપૂર્વક વિચાર કરીને નિર્ણય કરવો તે આત્મજ્ઞાનનું કારણ છે. ધર્મ તો આત્માના આશ્રયે થાય છે માટે પ્રથમ તત્ત્વજ્ઞાન કરવું તે કાર્યકારી છે.) અને પહેલાં આવું તત્ત્વજ્ઞાન થયા પછી જ આચરણ કાર્યકારી છે. વળી પરમાત્મપ્રકાશાદિ શાસ્ત્રોમાં એ પ્રયોજન અર્થે ઠામઠામ નિરૂપણ કર્યું છે કે તત્ત્વજ્ઞાન વિના વ્રતાદિ કાર્યકારી નથી. અહીં કોઈ એમ જાણે કે-તે અંતરંગ ભાવ વિના બાહ્યથી તો અણુવ્રત, મહાવ્રતાદિ સાધે છે? પણ જ્યાં અંતરંગ પરિણામ નથી અથવા સ્વર્ગાદિની વાચ્છાથી સાધે છે, એવી સાધના કરતાં તો પાપબંધ થાય; પણ દ્રવ્યલિંગી તો અંતિમ ત્રૈવેયક સુધી જાય છે. કપટરહિત મંદકષાયરૂપ પરિણામ હોય તો જ ત્રૈવેયક સુધી જાય. અનંતવાર કપટથી પાળ્યું છે માટે મોક્ષ થયો નથી. એમ નથી. ભગવાને કહ્યા પ્રમાણે વ્રતાદિ પાળે છે તેથી જ ત્રૈવેયક સુધી જાય છે. કપટથી કરે તો તો પાપબંધ થાય તે મહા મંદકષાયી હોય છે. તે મંદકષાય પણ મોક્ષનું કારણ ન થયું તો પછી અત્યારનો મંદકષાય સાધન થાય એમ બને નહિ. માટે વ્યવહાર સાધન નથી. દ્રવ્યલિંગીમુનિ આલોકપરલોકના ભોગાદિની ઇચ્છારહિત હોય છે. તથા કેવળ ધર્મબુદ્ધિથી મોક્ષાભિલાષી બની સાધન સાધે છે. એટલા માટે દ્રવ્યલિંગીમાં સ્થૂલ અન્યથાપણું તો નથી પણ સૂક્ષ્મ અન્યથાપણું છે તે સમ્યગ્દષ્ટિને ભાસે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com