________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૦૩ આચરણ નથી, જ્ઞાનીની કોઈ નિંદા કરે તો તેનું પણ તે જ્ઞાન કરે છે. અને અલ્પ રાગદ્વેષ થાય છે તેને પણ તે બરાબર જાણે છે. સહજ પરિણામ થાય એવી પ્રતિજ્ઞા જ્ઞાની લે છે.
હવે કહે છે કે જેને અંતરંગ વિરક્તતા નથી થઈ અને બાહ્યથી પ્રતિજ્ઞા ધારણ કરે છે, તે પ્રતિજ્ઞા લીધાં પહેલા અને પછી આસક્ત રહે છે. ઉપવાસની પ્રતિજ્ઞા લેવા પહેલાં ધારણામાં આસક્ત થઈને આહાર લે છે અને ઉપવાસ પૂરો થાય એટલે મિષ્ટાન્ન ખાય છે અને ઉતાવળ પણ ઘણી કરે છે. જેમ જળને રોકી રાખ્યું હતું તે જ્યારે છૂટયું ત્યારે ઘણો પ્રવાહ વહેવા લાગ્યો તેમ આણે પ્રતિજ્ઞાથી વિષયવૃત્તિ રોકી પણ અંતરંગમાં આસક્તતા વધતી ગઈ અને પ્રતિજ્ઞા પૂરી થતાં જ અત્યંત વિષયવૃત્તિ થવા લાગી એટલે એને ખરેખર પ્રતિજ્ઞાના કાળમાં પણ વિષયવાસના છૂટી નથી. તથા આગળ પાછળ ઊલટો રાગ વધારે કરે છે, પણ ફળ તો રાગભાવ મટતાં જ થાય છે. માટે જેટલો રાગ ઘટયો હોય એટલી જ પ્રતિજ્ઞા કરવી. મહામુનિ પણ થોડી પ્રતિજ્ઞા કરી પછી આહારાદિમાં ઘટાડો કરે છે. અને જો મોટી પ્રતિજ્ઞા કરે છે તો પોતાની શક્તિ વિચારીને કરે છે. માટે પરિણામમાં ચઢતા ભાવ રહે તથા આકુળતા ન થાય એમ કરવું તે કાર્યકારી છે.
વળી જેને ધર્મ ઉપર દષ્ટિ નથી તે કોઈ વેળા તો મોટો ધર્મ આચરે છે, ત્યારે કોઈ વેળા અધિક સ્વચ્છંદી થઈ પ્રવર્તે છે. જેમ દશલક્ષણ પર્વમાં દશ ઉપવાસ કરે અને બીજા દિવસોમાં એક પણ ઉપવાસ કરે નહિ. હવે જો ધર્મબુદ્ધિ હોય તો સર્વ ધર્મપર્વોમાં યથાયોગ્ય સંયમાદિ ધારણ કરે, પણ એનો મિથ્યાષ્ટિને વિવેક હોતો નથી. તેને વ્રત, તપ, દાન પણ સાચાં હોતાં નથી. અહીં તો અજ્ઞાનીને વિકલ્પ કેવો આવે એની વાત કરે છે. માન મળે તેમાં પૈસા ખર્ચ, મકાનમાં તખતી મૂકો તો વધારે રૂપિયા આપું-એમ કહેનાર જીવને ધર્મબુદ્ધિ નથી. રાગ ઘટાડવાનું એને પ્રયોજન નથી.
વળી કોઈ વેળા કોઈ ધર્મકાર્યોમાં ઘણું ધન ખર્ચે, ત્યારે કોઈ વેળા કોઈ કાર્ય આવી પડે તો ત્યાં થોડું ધન પણ ન ખર્ચે. જો તેને ધર્મબુદ્ધિ હોય તો યથાશક્તિ સર્વ ધર્મ કાર્યોમાં યથાયોગ્ય ધન ખરચ્યા કરે. એ પ્રમાણે અન્ય પણ જાણવું. અજ્ઞાનીને ધન ખર્ચવાનો પણ વિવેક હોતો નથી. ઉશ્કેરણીથી ધન ખર્ચ કરે છે; પણ જો ધર્મબુદ્ધિ હોય તો પોતાની શક્તિ પ્રમાણે બધાં ધર્મકાર્યોમાં યથાયોગ્ય પૈસા આપ્યા વિના રહે નહિ જેમ દીકરીને પરણાવવી હોય તો કાંઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com