________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
| [ ૨૦૧ ત્રણ લોકના નાથને અમારા નમસ્કાર હો ! ભગવાન જન્મ અને સમજનાર ન હોય એમ બને નહિ અને લોકોની પાત્રતા પ્રગટે, અને ભગવાનનો જન્મ ન હોય, એમ પણ ન બને; છતાં ભગવાન જીવોને તારે છે એમ નથી. ભગવાનને પણ ભગવાનપણું પોતાના શક્તિરૂપે હતું તેમાંથી પ્રગટ થયું છે. ભગવાને ઢંઢેરો પીટયો કે તારામાં પણ એવી શક્તિ છે. તું ઓશિયાળો નથી, તારે કોઈની મદદની જરૂર પડે એમ નથી.
ભગવાનને સમજનાર એમ માને કે ભગવાને તો પોતામાં શક્તિરૂપ ભગવાનપણું હતું તે પર્યાયમાં સ્વતંત્રપણે પ્રગટ કર્યું છે અને ભગવાને અહિંસા તો પોતાની પર્યાયમાં કરી છે, પરમાં કરી નથી. શાંતિરૂપ આત્મા છે; વર્તમાન પર્યાયમાં અશાંતિ છે, તે મારું સ્વરૂપ નથી; એવું ભાન કરવું તે અહિંસા છે. રાગનું જ્ઞાન તે વ્યવહાર છે, અને સ્વનું જ્ઞાન તે નિશ્ચય છે એમ જાણવું તે જન્મકલ્યાણક મહોત્સવ
વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૧૪ રવિવાર તા. ૨૯-૩-૫૩ છએ દ્રવ્યોનું પરિણમન સ્વતંત્ર છે જૈનધર્મની આમ્નાય
સમયસાર નાટક પૃ. ૩૫૧ માં કહ્યું છે કે-આત્મામાં વિકાર થાય છે તે પરિણામમાં કોઈની સહાયતા નથી. છએ દ્રવ્યો પોતપોતાના પરિણામ કોઈની સહાય વિના કરી રહ્યાં છે. કોઈ કર્મ પ્રેરક થઈને આત્માને વિકાર કરાવતું નથી. દ્રવ્યકર્મથી ભાવકર્મ થાય છે–એમ નથી, અને રાગથી વીતરાગતા થાય-એમ પણ નથી. માટે તત્ત્વજ્ઞાન વિના વ્રત, તપાદિ કરે તો તે બાળવ્રત ને બાળપ છે. માટે જ્ઞાની માત્ર વર્તમાન પરિણામના ભરોસે પ્રતિજ્ઞા લે નહિ, પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ જોઈને પ્રતિજ્ઞા લે છે. આત્મામાં મુનિપણાનો પુરુષાર્થ હોય નહિ, શરીરની સ્થિતિ પણ તેવી હોય નહિ અને ત્યાગ કરી બેસે તો આર્તધ્યાન થાય. પ્રતિજ્ઞા પ્રત્યે નિરાદરભાવ થાય નહિ, અને ચઢતાભાવ રહે એવી પ્રતિજ્ઞા લે છે. આવો જૈનધર્મ નો ઉપદેશ છે, અને જૈનધર્મની આમ્નાય પણ આવી છે. એમ બે પ્રકાર કહેલ છે.
પ્રશ્ન- ચાંડાલાદિકોએ પ્રતિજ્ઞા કરી તેમને આટલો બધો વિચાર ક્યાં હોય છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com