________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦ ]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો
જે જ્ઞાનમાં, રાગને જ્ઞાનમાં રહીને જાણવાની તાકતથી થઈ ન તેને, રાગને જાણે છે એવો વ્યવહાર પણ લાગુ પડતો નથી. એક જ્ઞાનમાં છ કારક સ્વતંત્રપણે છે. ચારિત્રગુણની પર્યાયમાં જે રાગ આવ્યો તેને જાણવાની તાકાત જ્ઞાનની છે. એવા જ્ઞાનપૂર્વક ભગવાનનો જન્મ થયો હતો. જે વખતે ભગવાન માતાની કૂખમાં આવ્યા. ત્યારે પણ તેમને રાગનું, નિમિત્તનું અને સ્વનું જ્ઞાન પૃથક્ પૃથક્ વર્તતું હતું.
ભગવાન જીવોનો ઉદ્ધાર કરે છે તે નિમિત્તનું કથન છે
આજના દિવસે ઘણા લોકો અનેક પ્રકારથી ખોટી પ્રરૂપણા કરે છે કે ભગવાને હિંસા અટકાવી, કંઈક જીવોનો ઉદ્ધાર કર્યો; આ બધાં નિમિત્તનાં કથન છે. પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી. ભગવાને કોઈને તાર્યા નથી. ભગવાને હિંસા અટકાવી નથી. ભગવાને પ૨નાં કામ કર્યા નથી. એ વાત સત્ય છે. જીવો પોતાના કા૨ણે સમજે છે, હિંસા હિંસાના કારણે અટકે છે, એ બધામાં ભગવાન નિમિત્તમાત્ર છે. ભગવાનના કારણે ૫૨માં કાંઈ થયું નથી. નિગ્રંથ મુનિ નેમિચંદ્રસિદ્ધાંત ચક્રવર્તી છઠે–સાતમે ગુણસ્થાને ઝુલતા હતા. એમાં વિકલ્પ આવ્યો કે હે ભગવાન! તારા ચરણકમળના પ્રસાદથી અમે તર્યા છીએ. તમોએ અમારો ઉદ્ધાર કર્યો. જીઓ, એ બધું નિમિત્તનું કથન છે. પોતાની પર્યાયની લાયકાત વગર ભગવાન ઉદ્ધાર કરી શકતા નથી. લોકોમાં કહેવત છે કે–જણનારીમાં જોર ન હોય તો સૂયાણી શું કરે? એમ પોતામાં સમ્યગ્દર્શન પ્રગટ કરવાની તાકાત ન હોય તો ભગવાન શું કરે ? નિમિત્તના કારણે ઉદ્ધાર થતો હોય તો એક જ તીર્થંકર થતાં બધા તરી જવા જોઈએ; પણ એમ બનતું નથી. ભગવાને અનંત જીવોને તાર્યા એમ કહેવાય છે; મનુષ્યો સંખ્યાત હોય છે તે બધા તરતા નથી, છતાં ભગવાનને અનંતના તારણહાર કહેવાય છે. એવા ભગવાનનો જન્મ કલ્યાણકારી છે. જેણે આત્માનું ભાન કર્યું નથી એવા જીવોનો અવતાર ગલૂડિયાં જેવો છે.
ભગવાન એ જ ભવમાં મોક્ષ જાય છે. વળી ભગવાનનાં પુણ્ય પણ ઊચાં હોય છે. તેમનાં પુણ્ય અને પવિત્રતા ઉત્કૃષ્ટ હોય છે. ઇન્દ્ર જ્યારે જાણે કે ભગવાનનો જન્મ થયો છે ત્યારે સિંહાસન ઉપરથી તે નીચે ઊતરી જાય છે અને ભગવાનને નમસ્કાર કરે છે. ભગવાનનું શરીર તો બાળક છે; પોતે ઈંદ્ર છે, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે; છતાં ભક્તિભાવ ઉલ્લેસી ગયો છે, અને કહે છે કે અહો!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com