________________
Version 001: remember to check hîřp://www.AfmaDharma.com for updates
વીર સં. ૨૪૭૯ ચૈત્રસુદ ૧૩ શનિવા૨ તા. ૨૮-૩-૫૩ શ્રી મહાવીર જન્મ કલ્યાણકદિન
(પૂ. ગુરુદેવશ્રીનો પરિવર્તનદિન )
[સ્ટાર ઓફ ઈન્ડિઆ નામે ઓળખાતા બંગલામાં પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન ]
આજે મહાવી૨ પરમાત્માનો જન્મકલ્યાણક દિવસ છે. જન્મ દિવસ તો સાધારણ જીવોનો પણ કહેવાય છે, પણ આ તો જન્મકલ્યાણકદિન છે. આજે ઘણા લોકો જૈનના નામે પ્રરૂપણા કરે છે કે ભગવાને દુનિયાના ઉદ્ધાર માટે જન્મ લીધો, પણ એ વાત ખોટી છે. ભગવાનને આત્માનું ભાન હતું, તીર્થંકર થવા પહેલાંના ત્રીજા ભવમાં એ ભાનસહિતની ભૂમિકામાં એવો રાગ આવ્યો કે–‘હું પૂર્ણ થાઉં ને જગતના જીવો ધર્મ પામો.' તેથી તીર્થંકરનું નામકર્મ બંધાયું. તીર્થંકરનું દ્રવ્ય જ અનાદિનું એ જ લાયકાતવાળું હોય છે. અંતર્ગત પર્યાયની શક્તિ જ એવી હોય છે. ભગવાને પરના કારણે અવતાર લીધો-એમ નથી અને ભગવાનનો અવતાર થયો માટે લોકોનું કલ્યાણ થયું છે–એમ પણ નથી.
ભગવાન મહાવીરે જન્મ લીધો એનો અર્થ-એમના આત્માની પર્યાયની યોગ્યતા જ એવી હતી. શ૨ી૨નો સંબંધ મળ્યો એ જન્મ નથી. આત્માની પર્યાયનો ઉત્પાદ થયો તેને જન્મ કહેવાય છે. ભગવાનના આત્માનો જન્મ થતો નથી. આત્મા તો ત્રિકાળ ધ્રુવ છે. જગતમાં જે દ્રવ્યની જે પર્યાય થાય છે તે પોતાની યોગ્યતાથી થાય છે. મહાવી૨ પ૨માત્માનો જીવ પોતાની શ્રદ્ધા-જ્ઞાન-રમણતામાં વર્તતો હતો. તે વખતે પોતાની નબળાઈના કારણે રાગ આવ્યો. તેમાં તીર્થંકર નામ કર્મ બંધાઈ ગયું હતું, અને એ જીવ તીર્થંકર થવાની યોગ્યતાવાળો હતો. એ કારણે એમનો આત્મા તીર્થંકર૫ણે થયો છે. તીર્થંકરપણે થવાની લાયકાત તે દ્રવ્યમાં શક્તિરૂપે અનાદિકાળથી હતી. ધ્રુવપણે તો લાયકાત હતી પણ પર્યાયની લાયકાત થઈ, એટલે ‘હું પૂર્ણ થાઉં’ એવો વિકલ્પ આવ્યો. જગતના જીવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com