________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ધનવાન થઈશ તેમ બધા ધનવાન થઈ જશે, ગરીબ કોઈ રહેશે નહિ તો મારું કામ કોણ કરશે? જેની જેમાં રુચિ હોય તે બીજાની સામું જુએ નહિ. અહીં તો સાચા જૈનની વાત છે. દર્શનમોહનો ઉદય તો અનાદિનો પડ્યો છે. જેની દૃષ્ટિ કર્મ ઉપર પડી છે અને કર્મના ઉદય પ્રમાણે વિકાર થાય એવી માન્યતા છે તેનું મિથ્યાત્વ કદી ટળતું નથી, અને તત્ત્વજ્ઞાન થતું નથી. માટે પ્રથમ સાતે તત્ત્વ ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે એમ નિર્ણય કરે પછી તેને રાગનો યથાર્થ ત્યાગ થાય છે. બહારમાં વસ્ત્રાદિનો ત્યાગ કર્યો છે માટે તે ત્યાગી છે, એમ નથી. અંતરંગ સાતે તત્ત્વોનું ભાવભાસન જેને નથી તે જીવ ધર્મનો ત્યાગી છે. નિયમસારમાં (પૃ. ૨૫૭, ગા. ૧ર૬) ના કળશમાં કહ્યું છે કે અજ્ઞાની સ્વધર્મનો ત્યાગી છે. મોહનો અર્થ જ સ્વધર્મ ત્યાગ છે. આત્મા પરિપૂર્ણ આનંદકંદ છે તેની રુચિ જેણે છોડી છે તે આત્માના ધર્મનો ત્યાગી છે.
જ્ઞાની પોતાની શક્તિ અનુસાર પ્રતિજ્ઞા વગેરે લે છે જ્ઞાની કોઈ તત્ત્વનો અંશ કોઈ તત્ત્વમાં મેળવતો નથી, એટલે કર્મનો અંશ વિકારના અંશમાં મેળવતો નથી, અને વિકારના અંશને સ્વભાવમાં મેળવતો નથી. એવું તત્ત્વજ્ઞાન થયા પછી પોતાની પર્યાયમાં વિકાર થાય છે એને બરાબર જાણે. પોતાના પરિણામ સુધર્યા ન હોય અને પર વસ્તુ છોડ તો આકુળતા થયા વિના ન રહે; માટે આત્માની પર્યાયમાં દોષ છે એનો નાશ કરીને ગુણ થાય છે એમ જાણે. પણ પરવસ્તુ છૂટી ગઈ માટે દોષનો નાશ થાય છે. એમ જાણે નહિ. તેથી આવેશમાં આવીને પ્રતિમા, વ્રત આદિ લઈ લેતો નથી. પ્રતિમા વ્રત બહારથી આવતા નથી. વર્તમાન પુરુષાર્થ જોઈને, ભવિષ્યમાં પણ આવો ને આવો ભાવ ટકી રહેશે કે કેમ, એનો વિચાર કરીને પ્રતિજ્ઞા લે છે. જ્ઞાની શરીરની શક્તિ અથવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિકનો પણ વિચાર કરે છે માટે એ પ્રમાણે લેવી યોગ્ય છે. પોતાના પરિણામોનો વિચાર કરે જો ખેદ થાય આર્તધ્યાન થાય, પછી એ પ્રતિજ્ઞા નભે નહિ, એવી પ્રતિજ્ઞા લેવી ન જોઈએ. પહેલાં ઉપાદાન એટલે પરિણામની વાત કરી અને પછી નિમિત્ત શરીરાદિનો પણ જ્ઞાની વિચાર કરે-એમ કહ્યું.
મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૧૮૨ માં કહ્યું છે કે “મુનિપદ લેવાનો ક્રમ તો આ છે કે પહેલાં તત્ત્વજ્ઞાન થાય, પછી ઉદાસીન પરિણામ થાય, પરિષહાદિ સહન કરવાની શક્તિ થાય, અને તે પોતાની મેળે જ મુનિ થવા ઈચ્છે, ત્યારે શ્રી ગુરુ તેને મુનિધર્મ અંગીકાર કરાવે છે.” અત્યારે તો, તત્ત્વજ્ઞાન રહિત, વિષયાસક્ત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com