________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૧૯૫
અર્થ એવો થયો કે દોષ ટળી શકે છે અને નિર્દોષપણે પોતે રહી શકે છે; એટલે દોષ કાયમની ચીજ નથી અને નિર્દોષ સ્વરૂપ કાયમનું છે એમ નક્કી થાય છે. વળી વિકાર, દોષ કોઈ ૫રે કરાવ્યો નથી પણ પોતે કર્યો તો થયો છે. એમ માને તો વિકાર અને દોષને નાશ કરવાનો પુરુષાર્થ થઈ શકે. માટે જ્ઞાની દોષને જાણે છે અને દોષરહિત આત્માનું સ્વરૂપ છે એને પણ જાણે છે.
કોઈ એમ કહે કે-આત્મા છે અને એની પર્યાયમાં કર્મનું નિમિત્ત છે. તે કર્મમાં ૨સ અને અનુભાગ થોડો હોય એને આત્માની પર્યાયમાં વિભાવ વધારે થાય છે તો નિમિત્ત અનુભાગ ઓછો હતો અને ઉપાદાનમાં વિકાર વધારે ક્યાંથી થયો ? દષ્ટાંતઃ- એકેંદ્રિય જીવને કર્મની સ્થિતિ એક સાગરની હોય છે, અને મનુષ્યપણાનું આયુષ્ય બાંધી જ્યારે મનુષ્ય થાય ત્યારે અંતઃક્રોડાક્રોડી સાગરની
કર્મની સ્થિતિ બાંધે છે. તે વિશેષતા ક્યાંથી થઈ ?
સમાધાનઃ- કર્મના ઉદય પ્રમાણે આત્માએ વિકાર કરવો પડે એ વાત ખોટી છે. એમ આ દષ્ટાંત ઉ૫૨થી સિદ્ધ થાય છે. જીઓ અહીં આ જાતનો નિમિત્તનૈમિત્તિક સંબંધ કેવો હોય છે એની પણ જેને ખબર તેને આત્મતત્ત્વની ખબર હોતી નથી. કર્મ અને વિકાર બન્ને સ્વત્રંત છે. શ્વેતાંબરમાં અને સ્થાનકવાસીમાં તો કર્મના કારણે વિકાર થાય છે એ માન્યતા ચાલી આવે છે, પણ દિગંબરમાં પણ કેટલોક મોટો ભાગ કર્મના કારણે વિકાર થાય-એમ માને છે. તે બધી એક જ જાત છે. મનુષ્યમાં કર્મની સ્થિતિ વધારે હોય અને નિગોદમાં જાય છે ત્યારે સ્થિતિ ઘટી જાય છે. તો ત્યાં કેવી રીતે ઘટાડી? માટે નક્કી થાય છે કે કર્મ અને વિકાર બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્રપણે પરિણમી રહ્યા છે. કર્મના કારણે વિકાર ત્રણ કાળમાં થાય નહિ. સાતે તત્ત્વ સ્વતંત્ર છે અને ભિન્ન ભિન્ન છે એમ પ્રથમ નિર્ણય ન કરે એને ત્રણ કાળમાં આત્મજ્ઞાન થાય નહિ. આત્મા રાગદ્વેષ, ભ્રાંતિ કરે-વિકાર તે બધું પોતે પોતાના કારણે કરે છે. કર્મના નિમિત્તના કારણે તે વિકાર નથી-એમ પ્રથમ નક્કી કરે તેને તત્ત્વજ્ઞાન થાય છે.
કોઈ કહે કે આવું તત્ત્વજ્ઞાન જો બધાને થઈ જાય તો સંસારમાં કોઈ રહેશે નહિ. તો તેમ કહેના૨ને આત્માની યથાર્થ રુચિ જ નથી. કેમ કે સ્વભાવની રુચિવાળાને, સંસારમાં કોણ રહેશે, એના ઉ૫૨ દિષ્ટ હોતી નથી. જેમ કોઈ ધનનો અર્થી હોય તે એમ વિચાર ન કરે કે હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com