________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો ઉત્તર- “મરણપર્યત કષ્ટ થાઓ તો ભલે થાઓ પરંતુ પ્રતિજ્ઞા ન છોડવી એવા વિચારથી તે પ્રતિજ્ઞા કરે છે. પરંતુ પ્રતિજ્ઞામાં તેમને નિરાદરપણું નથી. આત્માના ભાન વિના પણ જે કોઈ પ્રતિજ્ઞા લે. તે પણ મરણપર્યત કષ્ટ આવે તો પણ છોડતા નથી, અને તેમને પ્રતિજ્ઞાનો આદર છૂટતો નથી. આ વ્યવહારાભાસ મિથ્યાષ્ટિની પ્રતિજ્ઞાની વાત કરી. તે કપાયની મંદતારૂપ ચઢતા પરિણામ રહે તેવી રીતે પ્રતિજ્ઞા લે છે, એ પણ પ્રતિજ્ઞાભંગ થવા દેતો નથી. હવે સમ્યગ્દષ્ટિની વાત કરે છે. જ્ઞાની પ્રતિજ્ઞા લે છે તે તત્ત્વજ્ઞાનપૂર્વક જ કરે છે. પોતાના પરિણામ જોઈને પ્રતિજ્ઞા લે છે. તે વિચારે છે કે મારી પર્યાયમાં વર્તમાન તુચ્છતા વર્તે છે. મારા પરિણામ આગળ વધતા નથી. દ્રવ્યથી પ્રભુ છું, પણ પર્યાયથી પામર છું અને બરાબર જ્ઞાન કરે છે.
તત્ત્વજ્ઞાનપૂર્વક જ પ્રતિજ્ઞા લેવી યોગ્ય છે આત્મદ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે. એના આશ્રયે સમ્યગ્દર્શનરૂપ શુદ્ધ પર્યાય તો પ્રગટ થઈ છે; પણ હજુ ઉગ્ર પુરૂષાર્થપૂર્વક રાગનો સર્વથા અભાવ થયો નથી એટલે કે નબળાઈ છે; દ્રવ્યનો પૂર્ણ આશ્રય થયો નથી, પર્યાયમાં પામરતા છે, અને એથી નિમિત્તનું લક્ષ સર્વથા છૂટયું નથી. એવી રીતે પર્યાયનું જ્ઞાન કરીને પ્રતિજ્ઞા લે છે. દષ્ટિમાં દ્રવ્યનું આલંબન છૂટી જાય તો મિથ્યાદષ્ટિ થઈ જાય અને પર્યાયમાં નિમિત્તનું આલંબન સર્વથા છૂટી જાય તો કેવળજ્ઞાન થઈ જાય. સાધકને દષ્ટિ અપેક્ષાએ દ્રવ્યનું આલંબન કદી છૂટતું નથી; અને પર્યાયમાં પામરતા છે. એટલે સર્વથા નિમિત્તનું આલંબન પણ છૂટયું નથી. માટે જ્ઞાની તત્ત્વજ્ઞાનપૂર્વક જ પ્રતિજ્ઞા લે છે. પરદ્રવ્ય કોઈ કરે છે એ વાત તો છે જ નહિ. અહીં તો ત્રિકાળી દ્રવ્ય અને વર્તમાન પર્યાય બેની વાત છે. પર્યાયમાં દયાનો રાગ આવે તો એ પ્રકારના નિમિત્ત ઉપર લક્ષ જાય છે. પરનું આલંબન છૂટતું નથી. એનો અર્થ પર નિમિત્તના કારણે રાગ થયો છે-એમ નથી. જે જે પ્રકારનો રાગ થાય છે, તે તે પ્રકારનાં નિમિત્તો ઉપર લક્ષ જાય છે, પણ એ નિમિત્તોને કારણે રાગ થયો છે, એમ નથી.
નોરતામાં ભૂવો ડાકલું વગાડે છે, તેની દોરી એક હોવા છતાં તે બન્ને બાજુએ વાગે છે, તેમ જ્ઞાનીને દૃષ્ટિની અપેક્ષાએ સદા દ્રવ્યનું આલંબન હોય છે, અને પર્યાયની અપેક્ષાએ નિમિત્તનું આલંબન લે છે. આમ સાધકદશામાં બે પ્રકાર પડે છે. દ્રવ્યપર્યાયના જ્ઞાન વિના વ્રત પ્રતિજ્ઞા લઈ લે તો તે યથાર્થ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com