________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૧૯૯, ધર્મ પામે, એવી ભાવના પણ હતી. એમાં તીર્થકરનામકર્મનો બંધ થયો હતો. તીર્થંકર પ્રકૃતિનો ઉદય તો વીતરાગદશા થાય પછી આવે છે. કેવળજ્ઞાન થયા પછી ઉäધ્વનિ છૂટે છે. તે વાણીના નિમિત્તે જીવો પોતાની યોગ્યતાથી ધર્મ પામે છે.
ભગવાનની વાણી ધર્મમાં નિમિત્ત હોય છે. ધર્મવૃદ્ધિનું જે નિમિત્ત છે, એવી વાણીમાંથી ધર્મની વૃદ્ધિ ન કરે, અથવા ધર્મ પ્રગટ થવામાં નિમિત્ત ન બને, તો તે ભગવાનની વાણીને સમજ્યો નથી.
અહો ભગવાન! તમો જગદીશ છો. જગદીશ તો એને કહેવાય કે જે જગતના જીવોની સંખ્યા વધારે. પરંતુ તારા અવતારે તો જગતના રખડતા જીવો ઘટી જાય છે–એમ ઓલંભો કરે છે. હે નાથ ! તારી વાણી જ્યારે નીકળે, ત્યારે તેને સમજવાને લાયકાતવાળા જીવો ન હોય એમ બને નહિ. (હે નાથ ! આપે ઘણાને તાર્યા છે-તે ઉપચારનું કથન છે. ભગવાનની વાણી અને સમજનાર જીવ બન્ને ભિન્ન ભિન્ન પદાર્થ છે, અને ભિન્ન ભિન્ન કામ કરે છે. તે જીવ પોતે સમજે ત્યારે ભગવાનની વાણીને નિમિત્ત કહેવાય છે. ભગવાનની વાણી આવી માટે સમજ્યો એમ માને તો આત્મામાં ક્ષણિક ઉપાદાન સ્વતંત્ર છે તેનો નાશ કરે છે, એટલે કે શ્રદ્ધામાં નાશ કરે છે તે મિથ્યાષ્ટિ છે.) અજ્ઞાની સંયોગી દૃષ્ટિથી જુએ છે અને જ્ઞાની સ્વભાવદષ્ટિથી જુએ છે. બન્નેના રાહુ જુદા છે. એક મોક્ષમાં જાય છે, બીજો નિગોદમાં જાય છે. આમ વસ્તુનું સ્વરૂપ છે. (જેમ જગતમાં કોઈ દ્રવ્યનો કોઈ અન્ય કર્તા નથી તેમ તે દ્રવ્યની પર્યાય દ્રવ્યનો અંશ છે. તેનો કોઈ કર્તા નથી. એમ ભગવાનની વાણીમાં આવ્યું છે.) ભગવાન તીર્થંકરનો જન્મકલ્યાણકદિન ઈન્દ્રો પણ ઊજવે છે. એ દિવસ આજનો છે. (શરીરમાં ભગવાન જન્મ્યા એ તો વ્યવહાર છે. આયુષ્યના કારણે આવ્યા તે પણ વ્યવહાર છે. ખરેખર ભગવાન આત્માની પર્યાયની યોગ્યતાના કારણે આવ્યા છે તે સત્ય છે.) માતાની કૂખે ભગવાન આવતાં પહેલાં ઇન્દ્રના જ્ઞાનમાં આવ્યું કે, છ મહિના પછી ભગવાન ત્રિશલાદેવીની કૂખે જવાના છે. ક્રમબદ્ધ પર્યાય ન હોય તો એ જ્ઞાન થાય નહિ. પર્યાય ક્રમબદ્ધ થાય છે એમ એ સિદ્ધ કરે છે. ક્રમબદ્ધનો નિર્ણય કર્યા વિના ત્રણ કાળમાં સમ્યજ્ઞાન થાય એમ નથી.
ભગવાનને જન્મ લીધા પહેલાં પણ જ્ઞાનનો નિર્ણય તો હતો. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન અને આત્મા અભેદ છે. ભગવાનની વાણીમાં નીકળ્યું હતું કે જ્ઞાન તે જ આત્મા છે. તે જ્ઞાન બીજાનું શું કરે? જ્ઞાન જાણે છે. તેને બદલે પરભાવનો કર્તા આત્મા છે એમ માનવું તે વ્યવહારીજનોની મૂઢતા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com