________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
| [૭૩ પૂર્વભવો જણાય. ત્યાં ભવને જાણવા તે કાંઈ રાગદ્વેષનું કારણ નથી. જ્ઞાનનો સ્વભાવ તો જાણવાનો જ છે, તેથી જ્ઞાન બધાને જાણે છે. જ્ઞાન કોને ન જાણે? જ્ઞાન કરવું તે કાંઈ દોષ નથી. ગુણસ્થાન વગેરેને જાણતી વખતે શુભરાગ હોય છે, પણ તે તો પોતાની પરિણતિ હજી વીતરાગી નથી થઈ તે કારણે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ભાવશ્રુતજ્ઞાનના આવલંબનપૂર્વક શાસ્ત્રનો અભ્યાસ કરવો. મુનિવરો આગમચક્ષુવાળા છે એટલે આગમજ્ઞાનદ્વારા બધાં તત્ત્વોને દેખે છે, માટે કર્મ વગેરેને જ્ઞાન જાણે છે તે દોષ નથી.
અહીં એમ જાણવું કે-જેમ શીલવંતી સ્ત્રી ઉધમ કરીને તો વિટપુરુષના સ્થાનમાં જતી નથી, પણ પરવશતાથી જવું બની જાય, અને ત્યાં કુશીલ ન સેવે તો તે સ્ત્રી શીલવતી જ છે; તેમ વીતરાગ પરિણતિ ઉપાય કરીને તો રાગાદિકના કારણરૂપ પરદ્રવ્યોમાં લાગે નહિ, પણ સ્વયં તેનું જાણવું થઈ જાય, અને ત્યાં રાગાદિક ન કરે તો તે પરિણતિ શુદ્ધ જ છે. તેમ સ્ત્રી આદિનો પરિષહ મુનિજનોને હોય અને તેને તેઓ જાણે જ નહિ, માત્ર પોતાના સ્વરૂપનું જ જાણવું રહે એમ માનવું મિથ્યા છે; તેને તેઓ જાણે તો છે, પરંતુ રાગાદિક કરતા નથી. એ પ્રમાણે પરદ્રવ્યોને જાણવા છતાં પણ વીતરાગભાવ હોય છે, એવું શ્રદ્ધાન કરવું.
- જે એકાંત એમ માને છે કે પરદ્રવ્યને જાણવું તે રાગદ્વેષનું કારણ છે; તો તેની સામે આ ખૂલાસો કર્યો છે. છદ્મસ્થના જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપમાં લાંબો કાળ સ્થિર રહી શકતો નથી. મુનિ હોય ને સામે દેવાંગના આવીને ઊભી હોય-અનેક પ્રકારની ચેષ્ટા દ્વારા મુનિને ઉપસર્ગ કરતી હોય, તેને મુનિ દેખે છતાં મુનિને રાગદ્વેષ થતા નથી, તો કાંઈ અપરાધ નથી; ને બીજો જીવ સ્ત્રી જાણતાં રાગી-દ્વષી થઈ જાય છે. જુઓ, સ્ત્રીને તો બન્ને જાણે છે, છતાં એક ને રાગદ્વેષ થતા નથી ને બીજાને રાગદ્વેષ થાય છે; માટે પરદ્રવ્યને જાણવા તે રાગ-દ્વેષનું કારણ નથી.
પૃથ્વી ફરે છે-એમ લૌકિકમાં કહે છે તે મિથ્યા છે. ધર્મી જીવ સર્વજ્ઞના આગમથી જાણે છે કે આ પૃથ્વી તો સ્થિર છે, ને સૂર્ય ફરે છે. અસંખ્યાત હીપસમુદ્ર વગેરેને ધર્મી જીવ આગમથી જાણે છે, તે કાંઈ રાગદ્વેષનું કારણ નથી.
મુનિરાજ ધ્યાનમાં હોય ને સિંહણ આવીને ખાઈ જતી હોય ત્યાં મુનિને વિકલ્પ ઊઠતાં તે ખ્યાલમાં આવી જાય, પણ દ્વેષ ન થાય. શરીરમાં રોગ થાય ને મુનિને તે ખ્યાલમાં આવી જાય, પણ તેથી મુનિને દેહ ઉપર રાગ થતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com