________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો જે સમયે નિશ્ચય પ્રગટે છે ત્યારે શુભરાગને વ્યવહાર કહે છે. કોઈ અજ્ઞાની જીવ ઉપવાસ કરવા માટે આગલા દિવસે ખૂબ ખાઈ લે, તે વૃત્તિ ગૃદ્ધિપણાની છે. તે રાગને પોષવાનું સાધન કરે છે, પણ આત્માને પોષવાનું સાધન કરતો નથી. મારા જ્ઞાનસ્વભાવમાં શાંતિ છે તેની તેને ખબર નથી. કુંદકુંદઆચાર્ય આદિ ભાવલિંગી મુનિ હતા. તેઓ સહજ નિર્દોષ આહાર લેતા. અત્યારે તો સાધુ માટે ચોકા બનાવે ને ત્યાંથી સાધુ આહાર લે તો તે બધો પાપભાવ છે. અજ્ઞાની બાહ્ય સાધન પણ રાગાદિક પોષવા કરે છે. અજ્ઞાનીની દષ્ટિ પર ઉપર છે, ખાવાપીવાના પદાર્થોમાં શાંતિ માને છે. શરીર તો અજીવ તત્ત્વ છે, આત્મા જીવતત્ત્વ છે. ખાવાની વૃત્તિ ઊઠે તે આસ્રવતત્ત્વ છે. ત્રણેને પૃથક માનવાં જોઈએ.
આત્માના ભાન પછી શુભ રાગ હોય છે. કર્મથી રાગ થતો નથી
આત્માનું ભાન થયા પછી પણ પ્રભાવના, જાત્રા વગેરેનો રાગ આવે છે, પણ રાગરહિત આત્માનું ભાન થયું તે નિશ્ચય છે ને શુભરાગ તે વ્યવહાર છે. કર્મથી રાગ થતો નથી. “ર્મ વિવારે કૌન, મૂન મેરી વિકા' કર્મ જડ છે, જીવ પોતાની ભૂલથી રખડે છે. હું ભૂલ કરું છું તો કર્મને નિમિત્ત કહેવાય છે.
અજ્ઞાની પોતે અપરાધ કરે છે ને કર્મ ઉપર દોષ નાખે છે. કર્મ છે માટે વિકાર નથી, પોતે રાગમાં રોકાયો તો કર્મનું નિમિત્ત કહેવાય છે.
ઉપર કહ્યું તેમ પર્યાયનું યથાર્થ જ્ઞાન કરનાર ધર્મ સમજે છે કે મારો જ્ઞાનસ્વભાવ રાગથી પણ અધિક છે. સ્વભાવની અધિકતામાં રાગ ગૌણ છે. હું રાગ નથી, રાગ એક સમયની પર્યાય છે, હું રાગથી જુદો છું, હું જ્ઞાનસ્વભાવી છું એવી દષ્ટિ કરવી તે નિશ્ચય છે, ને રાગની પર્યાયનું જ્ઞાન વર્તે છે તે વ્યવહાર છે.
પૂજા, પ્રભાવના વગેરે કાર્ય થાય છે તેમાં અજ્ઞાની બડાઈ માને છે. પોતાના જ્ઞાનસ્વભાવની દષ્ટિ નથી, પાંચ લાખ રૂપિયા ખર્ચવાથી મોટાઈ માને છે. મંદિરની પર્યાય જડથી થાય છે, તેની તેને ખબર નથી ને કર્તાપણાનું અભિમાન કરે છે. જીવ કષાયમંદતા કરે તેટલું પુણ્ય થાય છે, પણ તેનાથી જે ધર્મ માને છે તે વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે. જે રાગ આવવાનો તે આવવાનો જ પણ તે વખતે દિષ્ટિ કઈ તરફ છે તે જોવાનું છે. મંદિર, માનસ્તંભ આદિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com