________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૬૯ વીર સં. ૨૪૭૯ ફાગણ વદ ૧૨ ગુવાર, તા. ૧૨-૩-૫૩ સિદ્ધચક્રવિધાન પૂજા થાય છે, તેમાં જડની ક્રિયા સ્વતંત્ર થાય છે, તે આત્માથી થયેલ નથી. નૈમિત્તિક ક્રિયા થાય તો આત્માની ઈચ્છા તથા યોગને નિમિત્ત કહેવાય, જડ ને ચેતન બન્ને ભિન્ન હોવા છતાં બન્ને ભેગાં થઈને કામ કરે છે એમ માનવું તે ભ્રાંતિ છે. ઉપાદાન નિમિત્ત બન્ને નિશ્ચિત છે ને બન્ને પોતપોતાના નિશ્ચય છે. ઉપાદાનની પર્યાય નિશ્ચય છે ને નિમિત્તની પર્યાય પણ નિશ્ચય છે. દરેક પદાર્થ પોતાની અપેક્ષાએ નિશ્ચય છે. બીજા પદાર્થ સાથેના સંબંધને વ્યવહાર કહેવાય છે.
પ્રશ્ન- સ્વર્ગસુખ ને મોક્ષસુખને અમે એક માનીએ છીએ એમ આપ કેમ કહો છો?
ઉત્તર:- જે પરિણામથી સ્વર્ગ મળે છે તે જ પરિણામથી મોક્ષ મળે છે એમ તું માને છે તેથી તારા અભિપ્રાયમાં સ્વર્ગ ને મોક્ષની એકજાતિ છે. વ્યવહાર કરો તો બેડો પાર થશે એમ અજ્ઞાની માને છે, પણ કારણમાં વિપરીતતા છે માટે કાર્યમાં વિપરીતતા છે. અજ્ઞાની જીવ યથાર્થ કારણને માનતો નથી. પુણ્ય બહુ કરો તો પુણ્ય ફાટીને મોક્ષ મળશે-એમ માનનાર મૂઢ છે. તે મોક્ષને માનતો નથી. જે કારણથી બંધ થાય તે કારણને મોક્ષનું કારણ માને તે ભૂલ છે.
વળી કર્મના નિમિત્તથી પોતાની પર્યાયમાં ઔદયિકભાવ છે. અસિદ્ધભાવ જીવનું સ્વતત્ત્વ છે. અજ્ઞાનીને તેનો ભાવ ભાસતો નથી. મોક્ષ પોતાની પર્યાયમાં થાય છે. કર્મનું ટળવું તે પોતાનો ભાવ નથી. કર્મોદયના નિમિત્તથી ઔદયિકભાવરાગદ્વેષ છે. કેવળી ભગવાનને પણ પોતાની પર્યાયમાં કેટલાક ગુણો જેમ કે કર્તા, કર્મ, કરણ આદિ તથા વૈભાવિક, ક્રિયાવતી, યોગ વગેરેમાં વિભાવરૂપનું પરિણમન છે, એટલો ઉદયભાવ છે-મલિનતા છે; તેથી સિદ્ધદશા પામતા નથી. અસિદ્ધત્વ પોતાની પર્યાયનો દોષ છે. તત્ત્વની યથાર્થ શ્રદ્ધા વિના દર્શન, જ્ઞાન, ચારિત્ર બધું વિપરીત હોય છે.
ચૌદમાં ગુણસ્થાન સુધી પોતાના કારણે પાધિકભાવ છે. પોતાની નૈમિત્તિક પર્યાયમાં મલિનતા છે, તેનો અભાવ થઈ સિદ્ધદશા થાય છે. ત્યાં કર્મનું નિમિત્ત છે, ને પોતાની પર્યાયમાં નૈમિત્તિતા પોતાના કારણે છે. ત્યાં જીવ રોકાયો છે તેથી દ્રવ્યમોક્ષ થતો નથી. ઉપાધિભાવનો અભાવ થવાથી, શુદ્ધ સ્વભાવરૂપ કેવળ આત્મા થવાથી દ્રવ્યમોક્ષ થાય છે. આમ મોક્ષતત્ત્વનું ભાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com